અનેક રાજ્યોના પ્રખ્યાત લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યાં
ખાસ ખબર સંવાદદાતા
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા સ્વતંત્રતાના અમૃત પર્વ અંતર્ગત દીવની પાર્કિંગ જેટીમાં ઉત્તર પૂર્વ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવના પ્રથમ દિવસે, મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમના કલાકારો દ્વારા તેમના રાજ્યોના પ્રખ્યાત લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યાં હતા. આ નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલનું આયોજન બાલ ભવન, પર્યટન વિભાગ અને વેસ્ટ ઝોનના સાંસ્કૃતિક કેન્દ્ર – ઉદયપુર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય ભારતની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક રજૂ કરવાનો અને તેને નૃત્ય અને સંગીત દ્વારા વ્યક્ત કરવાનો છે. આ પ્રસંગે દીવ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીવ નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા શિક્ષણાધિકારી આર.કે.સિંઘ, શિક્ષણાધિકારી જિલ્લા પંચાયત પિયુષ મારૂ, નાયબ હિસાબ નિયામક મનોજ કામલિયા, પ્રવાસન વિભાગના માહિતી મદદનીશ હિતેન્દ્ર બામણિયા, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમના કલાકારો દ્વારા તેમના પરંપરાગત પોશાકમાં પોતપોતાના રાજ્યોના પ્રખ્યાત લોકનૃત્યો આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા હતા જેણે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.