મઢડા સોનલધામ ખાતે ત્રિ દિવસીય મહોત્સવ
700 વીઘા જમીન પર ભવ્ય આયોજન
- Advertisement -
13મીએ રાજ્યપાલ ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેશોદ નજીક આવેલ મઢડા ખાતે સોનલધામમાં આજથી સોનલ આઇ માં જન્મ શતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો વેહલી સવારથી માઇ ભક્તો સોનલધામ ખાતે સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થતા દર્શન કરવા બોહળી સંખ્યમાં ઉમટી પડયા હતા.સવારથી સોનલધામ ધર્મમય બન્યું હતું સોનલ માં મંદિર ખાતે પૂજા પાઠ અને મહા આરતી યોજાય હતી મંત્રોચાર સાથે હોમ હવન સહીત અનેક ધાર્મિક કાર્યર્કમની શરૂઆત કરવામાં આવી હતી.
આજથી શરુ થતા સોનલ આઇમાં જન્મ શતાબ્દી મહોત્સવ પ્રંસગે સવારથી રાષ્ટ્ર ગીત, પ્રાર્થના જ્ઞાન, હે ચારણી સુખકારણી, જય જય ભવાની અંબિકા સ્તુતિ સાથે પ્રારંભ થયો હતો.આજે ત્રણ સભા યોજાશે જેમાં જેમાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના શિષ્ય નારાયણ નંદજી, મોરારીબાપુ, મુક્તાનંદજી મહારાજ સહીત ભીખુદાન ગઢવી સહીત અનેક નામાંકિત કવિઓ અને ચારણ સમાજના આગેવાનો હાજરી આપશે તેની સાથે રાત્રીના સમયે ભજનિક કલાકારો દ્વારા લોક ડાયરો યોજાશે જેમાં ગુજરાત ભરના નામાંકિત કલાકારો ભજનની મોજ કરાવશે.
આજથી શરુ થતા સોનલ આઈ માં જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગ ત્રણ દિવસ ચાલશે અને તા.13 જાન્યુઆરી પૂર્ણ થશે ત્રણ દિવસ દરમિયાન દેશ ભર માંથી સોનલ આઈ માં ભક્તો મઢડા ખાતે ઉમટી પડશે જેમાં વિશ્વ ભરના સોનલધામના 400 મંદિરના સંચાલકો અને ભક્તો પધારશે તેની સાથે ભવ્ય સંતવાણીમાં ખ્યાતનામ ભજનિક કલાકારો સાથે સાહિત્યકાર ઉપસ્થિત રહીને ભજનની રમઝટ બોલાવશે તેની સાથે દેશ ભરના સંતો મહંતો તેમજ મહા મંડલેશ્વર સહીત મહંતો આ જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી અપાશે.
700 વીઘામાં વિશાળ ટેન્ટમાં ભોજનાલય તેમજ સંતવાણી માટે હજારો લોકો બેસી શકે તેવો ભવ્ય ડોમ તેમજ સભા મંડપ સહીત વિશાળ પાર્કિંગ વ્યસ્થા ઉભી કરવામાં આવી છે.તેની સાથે અનેક રસ્તાઓ વનવે જાહેર કરાયા છે જેના લીધે ટ્રાફિક સમસ્યા હલાવી થશે જેમાં મંગલપુર થી જોનપુર થઈને મઢડા પ્રવેશ કરી શકાશે જયારે મઢડાથી ચાંદીગઢ અને હાંડલા, પાળોદર થઈને બહાર નીકળી શકાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.