ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચો જઈ રહ્યો છે ત્યારે તસ્કરોએ વધુ એક ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેક્યો છે રૈયા રોડ ઉપર આવેલા છોટુનગર સોસાયટીમાં રહેતા છેલશંકર શંભુશંકરભાઈ રાવલ નામના વૃધ્ધે ગાંધીગ્રામ પોલીસમાં તેઓના ઘરમાંથી રૂ.3.75 લાખની ચોરી થયાની ફરીયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત.તા.15ના ઘર બંધ કરી જેતપુર રહેતી તેની દિકરીના ઘરે ગયેલ હતા બાદમાં ગત.તા.23ના પાડોશીનો ફોન આવેલ અને કહ્યું કે તમારે ઘરે ચોરી થયેલ છે. જેથી તેઓ જેતપુર દિકરીના ઘરેથી નીકળી રાજકોટ પરત આવેલ હતા. ત્યારે મેઈન દરવાજાના લોક તુટેલ હાલતમાં જોવા મળેલ જેથી અંદર જઈ તપાસ કરતાં સામાન વેર-વિખેર હાલતમાં હતો અને રૂમમાં રહેલ કબાટ તપાસતા તેમાં રાખેલ રોકડ, સોના- ચાંદીના દાગીના મળી રૂ.3.75 લાખનો સામાન જોવા ન મળતાં તસ્કરો ઘરના દરવાજા તોડી ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સોસાયટીમાં લાગેલા સીસીટીવી આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.