સુરત કોર્પોરેશનના કર્મચારીનું પશુ માલિકોએ માર મારી માથું ફોડી નાખ્યું, ગુનો દાખલ થશે
ખાસ-ખબર સંવાદદાતા
સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ પર પશુ માલિકે હુમલો કર્યાના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમયાંતરે રખડતા ઢોરોને કારણે રાહદારીઓને ઈજા થવાની ઘટનાઓ સામે આવતી રહે છે.
તેથી મહાનગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરો પર અંકુશ મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવીને વિવિધ ઝોનમાં કામગીરી કરી રહી છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં ગયેલી ઢોર પાર્ટી ઉપર પશુ માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જોકે, પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલા ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન ઢોરને પકડી પાડી લઈ જતી વખતે પશુ માલિક અને તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા. પાલિકાની ટીમ દ્વારા જે ઢોરને જપ્ત કરવામાં આવ્યા હતા તેમને છોડાવવા માટે પશુ માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં પશુ માલકો દ્વારા જખઈની ટીમ વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી અને ત્યારબાદ પશુ માલિકના પરિવાર તરફથી એક યુવકે દંડા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેને કારણે એક કર્મચારીને માથાના ભાગે ઇજા પણ થઈ છે.
આ અંગે પાંડેસરા ઙઈં એન.કે. કામલીયા જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની ટીમ ખાડીપુલની આસપાસ રખડતા ઢોરોને પકડવા માટે પહોંચી હતી. તે દરમિયાન પશુ માલિકો અને પાલિકાની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક કર્મચારીને ઈજા થયા હોવાનું જાણવા મળ્યું છે.
જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ અમારી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઈજા પહોંચાડનાર શખસની સામે ગુનો દાખલ
કરવામાં આવશે.