18 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે નોટિસ ફટકારી: ન્યુપટેલ ડેરી ફાર્મ, જય ભોલે રસ સહિતના વેપારીઓને ત્યાં રસના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના હેમુ ગઢવી હોલ પાછળ હોકર્સ ઝોન તથા લક્ષ્મીનગરના પુલથી રાજનગર ચોક, મોરબી રોડ- હોકર્સ ઝોન તથા જૂના જકાતનાકા સામેના વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 18 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આજરોજ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ભગવતી ચાઇનીઝ પંજાબી, ખોડિયાર ચાઇનીઝ પંજાબી, કટકબટક પૂરી શાક, જય ભવાની ઢોસા, કરીમ’સ એગ્ઝ સેન્ટર, ચામુંડા સ્ટીમ ઢોકળા, મોમાઈ ફરસાણ, કુળદેવી ચાઇનીઝ પંજાબી, જય ભગીરથ કચ્છી દાબેલી, ભોલેનાથ પાણીપૂરી, શિવ દાળપકવાન, બોમ્બે વડાપાઉં, દિલખુશ પાણીપુરી, મહાકાળી પાણીપુરી, જય અંબે પૂરીશાક, અભી ફાસ્ટફૂડ, ગણેશ વડાપાઉં, મહાદેવ ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તથા પટેલ ઘૂઘરા, બાલાજી દાળપકવાન, બાલાજી ઘૂઘરા, બાલાજી ભૂંગળા બટેટા, કદંબ દાબેલી, કદંબ ભજીયા વડાપાઉં, શ્રીજી બ્રેડ સેન્ટર, આશાપુરા દાળપકવાન, આશાપુરા ઘૂઘરા, રાજ મેગી, રાજ દાળપકવાન, મારૂતિ અલ્પાહાર, એચ. કે. ઇડલી સંભાર, અનમોલ ફરસાણ, શ્રીરામ ફરસાણ, શિવશક્તિ નાસ્તા ગૃહ, જલિયાણ ફરસાણ, મુરલીધર ફરસાણ, જય અંબે પકોડા, ગણેશ ચાઇનીઝ પંજાબીની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ ઉનાળામાં મેંગો જ્યુસનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં કેરીના રસના નમૂના લેવામાં આવ્યા હતા આમ કેરીના રસના કુલ 10 ધંધાર્થીઓને ત્યાં નમૂના લેવાયા હતા. જેમાં શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, જય ભોલે રસ, જય ભોલે રસ (ભંડાર), શ્રી નવરંગ ડેરી ફાર્મ, શ્રી નવરંગ ડેરી ફાર્મ, ન્યુ વૃંદાવન ડેરી ફાર્મ, આકાશ કેટરર્સ પ્રા. લી., ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, બાપા સીતારામ ડેરી, કનૈયા ડેરી ફાર્મને ત્યાંથી રસના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.