ક્ષ કુલ 33 મિલકતો સીલ, 25 મિલકતને ટાંચ-જપ્તીની નોટિસ અને
રૂા. 56.71 લાખની રિકવરી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24 આજરોજ રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 33 મિલ્કતો સીલ, 25 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, 10 નળ કનેક્શન ક્પાત અને રૂા. 56.71 લાખની રિકવરી કરવામાં આવી હતી. વોર્ડ નં-1માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા. 39,850, શીતલ પાર્કમાં 1 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા. 81,381, રૈયા રોડ પર આવેલ 2 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા. 88,785, વોર્ડ નં-3માં લોહાણા પરામાં 2-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.60 લાખ, લોહાણા પરા મેઇન રોડ પર આવેલ 3 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 4.00 લાખ, લોહાણા પરામાં 2- યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.91 લાખ, વોર્ડ નં-5માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ નળ કનેક્શન ક્પાત. વોર્ડ નં-6માં સુંદરમ પાર્કમાં 2 નળ કનેકશન ક્પાત, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.00 લાખ, વોર્ડ નં-7માં રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.59 લાખ, ઢેબર રોડ પર આવેલ પટ્ટ્ની બિલ્ડિંગ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 સીલ, ઢેબર રોડ પર આવેલ પટ્ટ્ની બિલ્ડિંગ ફર્સ્ટ ફ્લોર શોપ નં-102 સીલ, પુજા કોર્મશિયલ કોમ્પ્લેક્ષમાં 3-યુનિટ સીલ, રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.24 લાખ, ટાગોર માર્ગ પર આવેલ રાજ રતન કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર ઓફીસ નં-324 સીલ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.04 લાખ, ગોંડલ રોડ પર આવેલ 3-યુનિટ સીલ, રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે 1.59 લાખ, યાજ્ઞિક રોડ પર 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 14.00 લાખ, જાગનાથ રોડ પર આવેલ 1-યુનિટ સીલ. સહિત વોર્ડ નં.9,11,12, 13, 14, 15, 16, 17 અને 18માં આજરોજ વેરો ન ભરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને નોટીસ ફટકારવામાં આવી હતી.
વેરો ન ભરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતી વેરા વસૂલાત શાખા
