ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે યોજાએલા આ સ્વાગત કાર્યક્રમમાં તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને તાલુકા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા 4 પ્રશ્ર્નો રજૂ કરાયા હતા. જેને સંબંધિત સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનો તરત નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેંદરડા પ્રાંત અધિકારી કિશન ગરચર સહિત સંબંધિત અધિકારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.