ખાસ-ખબર સંવાદદાતા
જૂનગાઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં વધાવી ગામે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્યમાં પશુપાલકો-ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય ચાર આધાર સ્તંભ એવા પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરમાં પ્રમુખે કહ્યું હતું કે આવનારી પેઢી અને બાળકોને મજબૂત બને અને તેમના સર્વાંગી વિકાસ માટે સાત્વિક ખોરાક આપવો જરૂરી છે. તેઓ ફાસ્ટ ફૂડ-ઝંક ફૂડ અને વ્યસનથી દૂર રહે તે માટે કાળજી લઈએ તેમ જણાવતા કહ્યુ કે, ભગવાન કૃષ્ણ પણ ગાય સાથે જોડાયેલા રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયના પાલન પોષણથી દૂધ તો મળે છે સાથે સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. ઉપરાંત ગાયનું દૂધ સુપાચ્ય હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અનેક ફાયદા છે.