કેનેડાએ પણ સરહદી ઘુસણખોરી રોકવા સહિતના મુદે પગલાની ખાતરી આપતા હવે 30 દિવસ ટેરીફ – રેસ્ટ જાહેર : ચીનનું મૌન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલી ટેરીફ વોરમાં અચાનક જ સ્પીડ બ્રેકર આવી ગયા છે. અગાઉ ટ્રમ્પે મેકસીકો-કેનેડા અને ચીન પર 25થી10 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી.
પણ ગેરકાનુની ઘુસણખોરીથી લઈને અમેરિકામાં ડ્રગ ઘુસાડવા મુદે મેકસીકોએ સરહદી પગલા લેવા તથા ડ્રગમાફિયાઓ સામે કામ લેવામાં અમેરિકાને સહકાર આપવા મેકસીકોના રાષ્ટ્રપતિ કલાઉડીયા શીનબાળએ ખાતરી આપીને અમેરિકા સાથેની સરહદ પર વધુ સુરક્ષા પાસે ગોઠવવાની જાહેરાત કરતા જ ટ્રમ્પે આ ટેરીફનો અમલ એક માસ મુલત્વી રાખ્યો હતો.
- Advertisement -
તેજ રીતે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ગઈકાલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ટેલીફોન પર વાતચીત કર્યા બાદ આ દેશ પરના ટેરીફમાં 30 દિવસની રાહત આપવાની જાહેરાત કરી છે. જો કે ચીન પર જે 10% ટેરીફ લાદવામાં આવ્યો છે તેમાં હજુ શી જીનપીંગ શાસને કોઈ પ્રતિભાવ આપવાનો ઈન્કાર કર્યો છે. કેનેડાએ પણ અમેરિકી આયાતો પર 25% ટેરીફ લાદવાની વધતી જાહેરાત કરી હતી જેના કારણે અમેરિકામાં મોંઘવારી વધે તેવો ભય હતો. ટ્રુડોએ જો કે બાદમાં કેનેડાની સરહદોથી અમેરિકાએ ઘુસણખોરી થાય છે તે રોકવા વધુ 10000 સુરક્ષા દળોને ગોઠવવાની ખાતરી આપી હતી તથા ટેરીફ વોર મુદે વાતચીતની તૈયારી દર્શાવી હતી. જેના કારણે હાલ ટ્રમ્પે ટેરીફ લાગુ કરવામાં 30 દિવસનો સમય આપવાની જાહેરાત કરી છે.