સ્તુતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પરફોર્મિંગ આર્ટ્સની વિદ્યાર્થીનીઓએ ગુરુ શ્રીમતી મીરા નિગમના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિ આપી; વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ રજૂઆતનો અનુભવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્તુતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પરફોર્મિંગ આર્ટ્સની ત્રણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ – કસ્તિ કે. વૈશ્નવ, દિયા વી. દેવલિયા અને કાવ્યા વી. દોશી – નું આરંગેત્રમ સવાણી હોલમાં અદભૂત સફળતા સાથે યોજાયું. ગુરુ શ્રીમતી મીરા નિગમના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય નૃત્યાંગનાઓએ મંચ પર અસાધારણ ગ્રેસ અને કળાત્મકતા રજૂ કરી હતી. વાલીઓએ ગુરુ શ્રીમતી મીરા નિગમની શિસ્તબદ્ધ અને કરુણાભરેલી તાલીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, જેના કારણે દીકરીઓ આટલા પરફેક્શન સાથે પરફોર્મ કરી શકી. આ સાથે, વાલીઓએ શ્રી નિગમ ઉપાધ્યાય સર, શ્રી આર નટરાજન સર, શ્રી ફેનીલ સોની સર, શ્રી રાકેશ મહિસુરી સર અને ડો. સોમિયા મેમ સહિત અન્ય પ્રતિભાશાળી કલાકારોનો પણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, કસ્તિ, કાવ્યા અને દિયાને અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા ’વંતરા’ના ઉદઘાટન સમારોહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં અંબાજીમાં યોજાયેલી આદિશક્તિ મહિલા તીરંદાજી ટૂર્નામેન્ટમાં પણ રજૂઆત કરવાની અમૂલ્ય તક મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિરણ સર અને સંપૂર્ણ ટિજીઇએસ સ્ટાફનો સહયોગ પણ પ્રશંસનીય રહ્યો હતો.



