શિક્ષકના મારથી વિદ્યાર્થીના કાનનો પરદો ફાટી ગયો : હોસ્પિટલમાં દાખલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
શહેરના લક્ષ્મીનગરના નાલા નજીક ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી પી. વી. મોદી સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતાં છાત્રને શિક્ષકે ફડાકા ઝીંકી દેતા વિદ્યાર્થીનો કાનનો પરદો ફાટી જતાં સારવાર માટે દાખલ કરવો પડયો છે રિશેષમાં નાસ્તો કરવા બેસવા બાબતે બે મિત્રો મસ્તી કરતાં હતા ત્યારે શિક્ષકે બંનેને મારકુટ કરી હતી જેમાં આ છાત્રનો કાનનો પરદો ફાટી ગયો હતો. તબિબે ચારથી પાંચ મહિનાની સારવાર બાદ જો કાનનો પરદો સાજો ન થાય તો ઓપરેશન કરાવવું પડશે તેમ જણાવતા પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. શહેરના કાલાવાડ રોડ ઉપર પુષ્કરધામમાં રહેતાં અને મોદી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતાં કેલીશ મનોજભાઈ સુરેજા ઉ.17ને ગત સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો
- Advertisement -
અહિ તેને કાનમાં દુ:ખાવો થતો હોવાની અને સાંભળવામાં તકલીફ હોવાની વાત કરતાં તેમજ સ્કૂલમાં શિક્ષક દિપશેભાઇએ લાફા મારી દીધાનું જણાવતા તબિબે પોલીસને જાણ કરી હતી દિપેશ ભાઈ બહેનમાં મોટો છે તેના પિતા મનોજભાઇ કેબલ કનેકશનનું કામ કરે છે તેમણે જણાવ્યું હતું કે મારો પુત્ર કેલીશ અને બીજો એક છાત્ર રિશેષ દરમિયાન નાસ્તો કરવા બેસવા માટે મજાક મશ્કરી કરતાં હતાં ત્યારે શિક્ષક દિપેશભાઇ જોઇ જતાં તેણે બંનેને મારકુટ કરી હતી. જેમાં મારા દિકરાને કાન પર ફડાકા માર્યા હતા તેને દુ:ખાવો થતાં અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં તબિબે નિદાન કરી કાનનો પરદો તૂટી ગયાનું અને ચાર પાંચ મહિના બાદ દવાથી સારુ ન થાય તો ઓપરેશન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.