ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 19મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન તા. 24 – 26 નવેમ્બર 2023 પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા વાડો – કાય કરાટે ડો. એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલ નેજા હેઠળ કરવામાં આવેલ હતું, જેમાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાલ , મલેશિયા, શ્રીલંકા, ઉજબેકીસ્તાન, ભૂટાન, ઈન્ડોનેશિયા, યૂરોપ, સહિતના 10 દેશોએ ભાગ લીધો હતો.
જેમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશો માંથી જોડાયા જેમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ અમરાપુર અંકુર સ્કુલનો વિદ્યાર્થી પ્રદ્યુમન નામુભાઈ ડાંગરએ અંડર 17 વર્ષની કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ જયારે વિદ્યાર્થીએ આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું.
વિરડી ગામના વિદ્યાર્થીએ આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ-સિલ્વર મેડલ મેળવ્યો
