માણાવદર શહેરમાં રખડતાં ઢોરનો આતંક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરના આતંક યથાવત જોવા મળે છે. અનેકવાર લોકો ઘાયલ થવાની સાથે મોતને પણ ભેટ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વાર જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં રખડતા ઢોરનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
- Advertisement -
માણાવદર શહેરની શાકમાર્કેટમાં રખડતા ઢોરનું યુધ્ધ થતા માર્કેટમાં અફરાતફરી મચી જવા પામી હતી અને આખલા લડતા લડતા શાકભાજી દુકાનમાં ઘુસી જતા નાસભાગ મચી જવા પામી હતી અને બાઈકને પણ હડફેટે લીધી હતી ત્યારે માણાવદર શહેરમાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક વધતો જાય છે. ઢોરનું યુધ્ધ એવું જામ્યું કે, માર્કેટમાં ખરીદી કરવા આવેલ મહિલાઓ સહીત લોકોમાં નાસભાગ મચી હતી.અને દુકાનમાં ઘુસી જતા શાકભાજીના થડાને નુકશાન કર્યું હતું.અને લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે નગરપાલિકા જાણે ઉંઘતી હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે, શહેરમાં રખડતા ઢોરને પકડી ઢોર ડબ્બે પુરવામાં આવે નહિ હજુ કોક જીવ લેશે જોકે માણાવદર શહેરની નવી શાકમાર્કેટમાં આખલા યુધ્ધમાં સદનશીબે કોઈ જાનહાની થઇ નથી પણ જો નગરપાલિકા હવે નહિ જાગે અને રખડતા ઢોરને પકડી ડબ્બે નહિ પુરવામાં આવે તો આવનારા દિવસોમાં કોકનો જીવ લેશે ત્યારે સ્થાનિક લોકોમાં રખડતા ઢોરના ત્રાસના લીધે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.