સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે ધૂળ ખાતુ ટોયલેટ કેમ તંત્રની નજરે પડતું નથી?
ખાસ-ખબર સંવાદદાતા
રેસકોર્ષ ગાર્ડનમાં અંદાજે ચાર વર્ષ પહેલાં સ્માર્ટ ટોયલેટ જાહેરજનતા માટે મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ ટોયલેટ હાલમાં શોભાના ગાંઠીયા સમાન બનીને રહી ગયું છે. આ સ્માર્ટ ટોયલેટ જ્યારથી રેસકોર્ષ ગાર્ડન પાસે મૂકવામાં આવ્યું છે તેના થોડા જ સમયમાં બંધ પડી ગયું હતું ત્યારે આજદિન સુધી આ સ્માર્ટ ટોયલેટની હાલત તંત્રના અધિકારીઓને કેમ દેખાતી નથી અથવા તો તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરના સ્વચ્છ રાખવા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તો બીજીબાજુ સ્વચ્છતાના અભિયાનના મોટા મોટા બણગાં ફૂંકવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા સ્માર્ટ ટોયલેટ ક્યારે ફરી શરૂ કરાશે તે જોવું રહ્યું.