કણસતી હાલતમાં દીકરીને રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ : પંથકમાં અરેરાટી
શ્રમિક પરિવારના મોભીની ફરિયાદ પરથી હવસખોર શખ્સને ઝડપી લેવા દોડધામ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આટકોટમાં એક શ્રમિક પરિવારની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની કિસ્સો પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેના ગુપ્તાંગમાં સળિયા જેવું હથિયાર ઘુસાડી દઈ બાળકીને લોહીલુહાણ કરી નાખતા બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આટકોટ પોલીસ મથક વિસ્તાર હેઠળના કાનપર ગામથી જૂના પીપળીયા ગામ તરફ જવાનાં માર્ગે આવેલી વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર વાવવા ભાગમાં રાખી મજૂરી કરે છે ગત તા.4ના રોજ પરિવારજનો વાડીમાં કામ કરતા હતા ત્યારે પરિવારની છ વર્ષ આઠ માસની બાળકી વાડીમાં જ રમતી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સ વાડીમાં ધસી આવ્યો હતો અને નરાધમે માસુમ ફૂલ જેવી બાળકીને ઉઠાવી સાઈડમાં લઇ જઈ અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું બાળકીનું મોઢું દબાવી હેવાને બાળકીને હવસનો શિકાર બનાવી હતી અને આટલેથી અટક્યો ન હતો પોતાની હવસ સંતોષાઈ ગયા બાદ તેના ગુપ્તાંગમાં સળિયા જેવું હથિયાર ઘુસાડી દેતા બાળકી લોહીલુહાણ થઇ ગઈ હતી બાદમાં નરાધમ બાળકીને ત્યાં જ મૂકી નાસી છૂટ્યો હતો બીજી તરફ પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતા તેણી ત્યાં નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવતા પરિવારજનો દીકરીની હાલત જોઈ ભાંગી પડ્યા હતા અને તુરંત બાળકીને સારવાર અર્થે રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અતિ ધૃણાસ્પદ ઘટનાને પગલે સમગ્ર આટકોટ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બીજી બાજુ આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધી હવસખોરની શોધખોળ હાથ ધરી છે.



