યુનિ.પોલીસમાં પત્ની, સાસુ, સસરા, સાળી, સાઢુભાઈ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ભાગોળે વેજાગામની સીમમાં વાડીએ રહેતા યુવકે ગત મહિને આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના પિતાએ તેને મરવા મજબુર કરનાર પત્ની સહિતના સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના વેજા ગામેં વાડીમાં રહેતા મહેન્દ્રભાઈ રામજીભાઈ મેરિયા ઉ.38 નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ બનાવમાં મૃતક મહેન્દ્રભાઈના પિતા રામજીભાઈ ઉ.66એ પરાપીપળીયા રહેતી મૃતકની પત્ની દુર્ગાબેન, મોરબી કાલિકાનગરમાં રહેતા સાસુ, સસરા જેઠાભાઈ ઉર્ફે લાભુભાઈ જાદવ, સાઢુભાઇ અશ્વિનભાઈ અને સાળી લતાબેન સામે પુત્રને મારવા મજબુર કરવા અંગે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પુત્ર મહેન્દ્રના પ્રથમ લગ્ન 2009માં ગોંડલની યુવતી સાથે થયા હતા જેનાથી તેને એક પુત્રીની પ્રાપ્તી થઈ હતી. પુત્રી હાલ તેની માતા સાથે રહે છે 2016માં દંપતિને મનમેળ ન થતાં છૂટાછેડા લઈ લીધા હતા ત્યાર બાદ મહેન્દ્રએ બીજા લગ્ન 2017માં દુર્ગા સાથે કર્યા હતા. જેના થકી પુત્ર સાર્થકની પ્રાપ્તી થઈ હતી ગઇ તા. 17ના મહેન્દ્રએ વેજાગામમાં પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા ખાનગી બાદ એઇમ્સમાં ખસેડાયો હતો. જ્યાં ગઈ તા.30ના તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકની પત્ની દુર્ગાએ મહિલા પોલીસમાં મહેન્દ્ર અને પરિવારજનો સામે અરજી કરી હતી દુર્ગા અને તેના પરિવારના સભ્યો મહેન્દ્રને ત્રાસ આપતા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાથી મહેન્દ્રએ ગઈ તા. 17ના રોજ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતકના પર્સમાંથી મળેલી સ્યુસાઇડ નોટ
પોલીસ કમિશનરને સંબોધી ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, પોલીસ કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ગાંધીગ્રામ પોલીસ મથક, હું મહેન્દ્ર મેરીયા, મારા પત્ની, મારા સાસુ-સસરા અને મારી પત્નીની બહેન લતા અને અશ્વિન બધા મળી ટોર્ચર કરતા, મારૂ લગ્નજીવન બગાડી નાખ્યું, પત્ની મારા પર જુઠા કેસ કરવા અને મારા પરિવારને જુઠા કેસમાં ફસાવી દેવા ટોર્ચર કરતી. મારી પત્ની મારાથી આઠ માસથી જુદી સાઢુ રહે છે. મારા સસરા સહિતના બધા પત્નીને ચડાવે છે. કે તું આની ઉપર જૂઠો કેસ કર મારી પત્ની મને મરવા મજબૂર કરતી હતી મારી પત્ની અને સાસરીયાઓએ મને મરવા મજબૂર કર્યો મને ન્યાય આપવામાં અને મારા છોકરાને મારા ઘરવાળાને આપી દેજો. મારા પપ્પાને કહેજો મને માફ કરે, હું તેમને સાચવી ના શક્યો. મારી પત્ની, સસરાને અને બધાને સજા કરજો. મીસ યુ મમ્મી-પપ્પા મને માફ કરજો.



