યુવક પર છરી વડે હીચકારો હુમલો કરાયો, એક શંકાસ્પદ યુવકની અટક કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલમાં સતત કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ કથળી રહી છે. ગોંડલમાં ભરવાડ યુવકની સરાજાહેર હત્યા કરાઈ છે. યુવક પર છરી વડે ઘાતક હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હત્યાનો બનાવ બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગોંડલ એસટી ડેપો ચોકમાં વહેલી સવારે યુવકની સરાજાહેર હત્યાનો બનાવ બન્યો છે. સાગર મેવાડા (ઉ.વ.28) નામના ભરવાડ યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. યુવકના શરીરમાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ હત્યામાં પલટયો છે. હુમલાખોરોએ છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો છે.
હુમલાની ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા થયા એકઠા થયા હતાં. કઈઇ, ગોંડલ શહેર પોલીસ અ અને ઇ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.ઘટના સ્થળ પર છરીનું કવર, ચંપલ અને ઘડિયાળ મળી આવ્યા છે. હત્યાના બનાવને લઈને બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.