હિંમતનગર પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતુ.
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર ગામડી ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા એક વર્ષમાં 4 અકસ્માત થયા છે. ઓવરબ્રિજની માગ સ્વીકારવામાં ન આવતા ગ્રામજનો વિફર્યા હતા અને હંગામો ચમાવ્યો છે.
- Advertisement -
રાજ્યમાં દરરોજ હાઇવે પર અકસ્માત સર્જાવાની ઘટના સર્જાઇ રહી છે. ત્યારે આજ રોજ હિંમતનગર પાસે પણ આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા 7 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર હિંમતનગર પાસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોને કાળ ભરખી ગયો હતો. અમદાવાદના તમામ લોકો કારમાં સવાર થઇને શામળાજી થી અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા 108 તંત્ર દોડતું થયુ હતુ. જેમાં પોલીસ વિભાગ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. જે બાદ કારમાંથી લાશ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં ગાડીની એટલી ભયંકર હાલત સર્જાઇ હતી કે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા.
- Advertisement -