આજે વર્ષ 2022નો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતના નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર કાર અને બસ વચ્ચેના અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે.
નવસારીના વેસમા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિ એમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સાથે 30 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, આ બસ અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી.
- Advertisement -
Gujarat | Several people injured in a collision between a bus and a car in Navsari. Injured admitted to hospital. More details awaited. pic.twitter.com/AFUabv1dSB
— ANI (@ANI) December 31, 2022
- Advertisement -
અકસ્માતની આ ઘટનામાં અકસ્માત બાદ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી ડ્રાઇવરની હોસ્પિટલમાં સારવાર શરૂ છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, આ ખાનગી બસ અમદાવાદથી શતાબ્દી મહોત્સવ જોઇને વલસાડ પરત આવી રહી હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર વલસાડ થઇને ભરૂચ જઇ રહી હતી. ત્યારે એકાએક આ કાર ડિવાઇડર કૂદાવીને રોંગ સાઇડ જતી રહી હતી. જ્યાં તે કાર અચાનક બસ સાથે ધડાકાભેર અથડાઇ. અને બાદ કારમાં સવાર તમામે તમામના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. આ તમામ લોકો ભરૂચની ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડનાં છે.