નજીવી બાબતને લઇ મામલો ઉગ્ર બન્યો : પીધેલી હાલતમાં આવેલા ઈસમે ચાવી જૂટવી લઇ, મોબાઈલ તોડી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.17
- Advertisement -
પોરબંદરના બગવદર ગામે દારૂડિયા શખ્સે બાઈકની ચાવી જૂટવી લઇ મોબાઈલ તોડી નાખ્યો, સિનિયર પત્રકાર ધીરુ નિમાવતને ભૂંડી ગાળો ભાંડી હુમલો કર્યો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં દિવસેને-દિવસે ગુંડાગીરી એની હદ વટાવતું જાય છે. પોલીસનો સઘન પેટ્રોલિંગ હોવા છતાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ નથી. આથી કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા માત્ર ચોપડાના પાના પર જ અંકિત છે એવી જ એક પરિસ્થિતિ બગવદરમાં ઉભી થઈ હતી જેમાં બગવદર પોલીસ થાણા વિસ્તારમાં તો સામાન્ય માણસ તો ઠીક, પત્રકારો પણ સલામત નથી રહ્યા. ત્યારે બગવદરમાં ધોળા દિવસે અને સરા જાહેર જાણીતા પીઢ પત્રકાર ધીરુભાઈ નિમાવત ઉપર ગંભીર હુમલો થયો હતો.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે પત્રકાર ધીરૂભાઈ તુલસીદાસ નીમાવત ઉ.વ.72 ધધો-પત્રકાર રહે,બગવદર ગામ પ્રાયમરી સ્કૂલની બાજુમાં તા.જી.પોરબદર)એ ફરિયાદ નોંધાવી છે. તેઓએ કહ્યું કે વિજય લખમણ વિસાણા, નામના શખ્સ સામે નોંધાયેલી ફરિયાદને ટાંકીને પોલીસે કહ્યું કે આરોપીએ ફરીને માં-બેન સમી ભુંડી ગાળો આપી જપ્પાજપી કરી ફરીનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો જેની કિંમત રૂ.10000/- નું નુકશાન કરી નાખ્યું હતું અને ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બગવદરના સરકારી દવાખાના પાસે આવેલ પ્રતાપ પ્રોવીઝન સ્ટોર આગળ જાહેરમાં બનેલી આ ઘટના અંગે બગવદર પોલીસમાં આઇપીસી કલમ323, 427, 504, 506( 2) મુજબ ગુનો નોંધાયો છે જેની પીએસઆઇ પીએસઆઇ એએસ બારાએ તપાસ હાથ ધરી છે.
બગવદરમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે જેમાં સામાન્ય માણસો તો ઠીક પણ હવે તો પત્રકારો પણ સલામત નથી
બગવદરમાં 10થી 12 જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને એક બુટલેગરે નામના આપવાની શરતે જણાવેલ કે તે બગવદર પોલીસને દર મહિને 15,000નો હપ્તો આપે છે તો બગવદરમાં 10થી 12 જગ્યા એ દારૂનું વેચાણ થાય છે. તો બગવદર પોલીસના હપ્તામાં કેટલી રકમ મળે છે તે તપાસ કરવી જરૂરી છે. ઉપરાંત ધોળા દિવસે દારૂડિયાઓ બગવદર ની બજારોમાં દંગલ મચાવે છે અને રાત્રીના 9:00 થી 12:00 વાગ્યા સુધી બગવદરની બજારોમાં 70થી 80 ની સ્પીડે ધૂમ બાઇકો ચલાવી દારૂની સપ્લાયો ચાલુ થાય છે. જેથી રાત્રિના સમયે મહિલાઓ છેલ્લા ચાર મહિનાથી વોકિંગ કરવા નીકળી શકતા નથી જેથી મહિલાઓ પણ અસલામતી ભોગવી રહેલ છે તો બગવદરમાં જ પોલીસ સ્ટેશન છે અને 48 નો સ્ટાફ છે છતાં અસલામતી હોય તો બરડા વિસ્તારના અન્ય ગામોમાં તો કેવી સલામતી હોય તે પણ વિચારવા જેવું છે બગવદર ની પોલીસ હપ્તાની આવકમાં ગ્રામ્યવાસીઓ સુરક્ષિત કેવી રીતે રહી શકે આ બાબત પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરે અને બગવદર પોલીસ સ્ટેશનમાં ઈમાનદાર અને કડક પીએસઆઇની નિમણૂક કરવામાં આવે તેવી આ વિસ્તારની માંગ છે.