કિશોરીઓને કિશોરી મેળો, હેલ્થ ચેકઅપ કેમ્પ, THR, પોષણ અને આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર સંવાદદાતા
‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા તા. 02/08/2023 ના રોજ એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ મોરબી ખાતે સવારે 11:30 કલાકે‘બેટી બચાઓ, બેટી પઢાઓ’થીમ હેઠળ કિશોરી મેળો,હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ કિશોરીઓનેઝઇંછવિષે પોષણ તથા આરોગ્ય વિષયક માહિતી આપવા અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ કાર્યકમમાં 200 થી વધુ કિશોરીઓનું એચ.બી, આરોગ્ય તપાસ તથા બ્લડ ગ્રુપની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ ઉષાબેન જાદવ અને સ્ટાફ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કિશોરીઓ જોડાઈ હતી.