ઈન્ડિયા સેમિક્ધડકટર પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં 14 બિલિયન ડોલરથી વધુનું રોકાણ થશે
દેશમાં સેમિ-ક્ધડકટરની નીતિ જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજય બન્યું છે
- Advertisement -
કોન્ફરન્સમાં વિશ્ર્વભરના અગ્રણી સેમિક્ધડકટર સપ્લાય ચેઈન ઉદ્યોગોના ટોચના અધિકારીઓ ભાગ લેશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.17
19 જુલાઈએ મહાત્મા મંદિર ક્ધવેન્શન સેન્ટર ખાતે ગુજરાત સેમીકનેકટ કોન્ફરન્સનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. જેમાં વિશ્વભરના અગ્રણી સેમીક્ધડકટર સપ્લાય-ચેઈન ઉદ્યોગોના ટોચના અધિકારીઓ ભાગ લેશે. ગુજરાતમાં સેમી-ક્ધડકટર મેન્યુફેકચરીંગ પ્રોજેકટસની જેઓ સ્થાપના કરવાના છે.
તેવા (1) માઈક્રોન ટેકનોલોજી (2) ટાટા ઈલેકટ્રોનીકસ અને (3) સીજી પાવર ઉપરાંત જે અન્ય ત્રણ પ્રોજેકટ મંજુર કરાયા છે તેમના પ્રતિનિધિઓ આ કોન્ફરન્સ માટે સરકાર સાથે નોલેજ પાર્ટનર્સ તરીકે સહયોગ કરી રહ્યા છે. ઈન્વેસ્ટ ઈન્ડિયા અને આઈએસએમ (ઈન્ડિયા સેમીક્ધડકટર મિશન) પણ નોલેજ પાર્ટનર્સ તરીકે કોન્ફરન્સમાં ભાગ લઈ લેશે.
આ કોન્ફરન્સ આ મુખ્ય પ્રોજેકટના સમર્થકો વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયાઓને જોડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ કોન્ફરન્સ રસાયણ, ગેસ, ઓટોમેશન, ઈલેકટ્રોનિકસ, આઈટી અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતા સ્થાનિક ધોરણો અને પરિયોજનાના હિમાયતીઓને જોડતી કડી તરીકે કામ કરશે.
સેમીક્ધડકટરની નીતિ જાહેર કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજય બન્યું છે. જે અંતર્ગત પ્રમોશનલ પ્રવૃતિઓ તેમજ સેમીક્ધડકટર અને ડિસપ્લે ફેબ સુવિધાઓ માટે રાજય તરફથી વધારાની સહાય પણ કરવામાં આવે છે. જેના કારણે ભારતમાં સેમીક્ધડકટર ક્ષેત્રમાં ગુજરાત રાજય અગ્રેસર બન્યું છે.
ઈન્ડિયા સેમીક્ધડકટર પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં 14 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ થવાનું છે. ગુજરાત સેમીકનેકટ ટોચની સેમીક્ધડકટર કંપનીઓ અને સ્થાનિક ઉદ્યોગોને એકબીજા સાથે જોડશે.
- Advertisement -
આ કોન્ફરન્સમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો (1) રણધીર ઠાકુર સીઈઓ, ટાટા ઈલેકટ્રોનિકસ (2) અરુણ મુરુગપ્પન એકઝીકયુટીવ ચેરમેન, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટસ અને (3) ગુરુશરણ સિંઘ એસવીપી, માઈક્રોન સહિત અન્ય ઘણા મહાનુભાવો ભાગ લેશે.
ડાયરેકટર જનરલ તાઈવાન ઈકોનોમીક એન્ડ કલ્ચરલ સેન્ટર (ટીઈસીસી) હોમર ચાંગ આ પ્રસંગે વિશેષ સંબોધન કરશે. જેટ્રો (જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) અને કોટ્રા (કોરિયા ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી) કોન્ફરન્સ માટે જાણીતા આંતરરાષ્ટ્રીય નોલેજ પાર્ટનર્સ છે. કેટલાક સ્થાનિક અને રાષ્ટ્રીય ઔદ્યોગીક સંગઠનો જેમ કે ELCINA, ICEA, ICC, GCA, CII, FICCI, ASSOCHAM, GCCI, KCCI, SIA, SGCCI, GESIA, VCCI અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન (આરઈસી) કોન્ફરન્સ માટે સક્રીય ભાગીદારી સાથે સહયોગ કરી શકશે.
આ કોન્ફરન્સમાં બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) અને બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (બીટુજી) મીટિંગ્સ પણ યોજાશે. આ ઉપરાંત ખયશિુંના સચિવ એસ.કૃષ્ણન ઉપસ્થિતિમાં 8 ચર્ચા-સત્રો યોજાશે. આ અવસરે ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર સહિતના અધિકારી ઉપસ્થિત રહેશે.
કોન્ફરન્સ દરમિયાન યોજાનારા ચર્ચા-સત્રોમાં ગુજરાતને ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગ સર્વિસ હબમાં રૂપાંતરીત કરવા, વિવિધ ઉદ્યોગોમાં સેમીક્ધડકટર્સની એપ્લીકેશન અને ઉપયોગનો વ્યાપ વધારવા અને પર્યાવરણીય અને સલામતી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરીને રસાયણો અને ગેસના જવાબદાર સંચાલનને સુનિશ્ર્ચિત કરવા અંગે ચર્ચા કરાશે.