- રોશની અને આતશબાજીના અદ્દભુત દૃશ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આજે શિવરાત્રિનો મહાપર્વ છે. રાજકોટ શહેરમાં દરેક મહાદેવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને લોકો હર હર મહાદેવનો નાદ પોકારી રહ્યા છે. વર્ષો જૂના પૌરાણિક અને રાજકોટવાસીઓની આસ્થાના પ્રતિક સમાન સ્વયંભૂ રામનાથ મંદિરમાં તો રાત્રિના સમયથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને લોકોએ મહાઆરતીનો પણ લાભ લીધો હતો.
- Advertisement -
રામનાથ મંદિરને આકર્ષક લાઈટોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો છે અને 12 વાગ્યે ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. આ નયનરમ્ય દૃશ્ર્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. રાજકોટની આજી નદીના મધ્યમાં બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દૃશ્ર્યો જોવા મળ્યા હતા. તેમજ આજે દિવસભર તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત સુધી ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા માટે ભાવિકોની ભીડ જોવા મળશે. હર હર મહાદેવના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે.