રૂબીકસ કયુબ આખા વિશ્વમાં રમાય છે અને એની સ્પર્ધા પણ થાય છે. 50 વર્ષ પહેલા શોધાયેલા રૂબીકસ કયુબની ગોલ્ડન જયુબીલી ટાણે જ જપાનની રમકડા બનાવતી કંપનીએ વિશ્વનું સૌથી નાનુ રૂબીકસ કયુબ બનાવ્યુ છે.
4,39,595 રૂપિયાનાં આંગળીના વેઢા કરતા પણ નાના રૂબીકસ કયુબનું વજન માત્ર 0.33 ગ્રામ છે. અને 0.19 ઈંચ લાંબુ પહોળુ છે. જાપાનની રમકડા બનાવતી કંપની મેગાહાઉસે આ કયુબ બનાવ્યુ છે.
- Advertisement -
આ કયુબ ચીપીયાથી રમી શકાય છે. આટલુ નાનું કયુબ બનાવતા બે વર્ષ લાગ્યા છે. આવતા વર્ષે એપ્રિલથી આ કયુબ મગાવી શકાશે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડસે પણ આને વિશ્વનુ સૌથી નાનુ કયુબ જાહેર કર્યું છે.