વાજતે-ગાજતે વર-ક્ધયાને રથમાં બેસાડી ફૂલેકું નીકળશે
સમસ્ત કોળી એકતા ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ બાવરીયા, ઉપપ્રમુખ ધીરુભાઈ ધોળકીયાના નેતૃત્વ હેઠળ રાજકોટ શહેરના આંગણે સમસ્ત કોળી સમાજની 15 દીકરીઓનો શાહી રજવાડી સમૂહલગ્ન તા. 15 ને ગુરુવારના રોજ સાંજે 4-00 કલાકે લક્કીરાજ પાર્ટી પ્લોટ, આજીડેમ ચોકડી, મહીકાના પાટિયા પાસે, રાજકોટ ખાતે યોજાશે. દીકરીઓને કરિયાવરમાં 101થી વધારે ઘરવપરાશની વસ્તુઓ સમિતિ તથા દાતાઓ તરફથી આપવામાં આવશે તેમજ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમૂહલગ્ન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા છે. આ સમૂહલગ્નના મુખ્ય આયોજક કલ્પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકીયા, બાબુભાઈ વસવેલીયા, શૈલેષભાઈ માલમ, સુરેશભાઈ જાંબુકીયા, અરૂણાબેન મગવાનીયા સમૂહલગ્નને સફળ બનાવવા સમૂહલગ્નની આયોજક ટીમ, મહિલા મંડળો અને સમૂહલગ્ન સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે કલ્પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકીયા, સુરેશભાઈ જાંબુકીયા, ભરતભાઈ ચનીયારા, મનસુખભાઈ ધામેચા, પ્રવિણભાઈ અંબાસાણીયા, અરૂણાબેન મગવાનીયા, પ્રવિણાબેન રાઠોડ, મયુરભાઈ રાઠોડ, રૂપેશભાઈ ધોળકીયા, અમિતભાઈ ધોળકીયા, ભૂપતભાઈ આવ્યા હતા.