સોનું ખરીદી ભરોસો કેળવી વેપારીને શીશામાં ઉતાર્યા જતા ઠગાઈ આચરી
એ ડિવીઝન પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સોની બઝારમાં વેપારીઓ સાથે વેપાર કરી વિશ્વાસ કેળવી ચાર વેપારીઓને શીશામાં ઉતારી ગઠિયો સોનુ લઈને નાસી જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ચાર વેપારીઓનું 42.64 લાખનું સોની લઇ નાસી છૂટેલા ઠગ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના દિવાનપરામાં રહેતા અને સોનીબજારમાં ભકિત ગોલ્ડ નામે સોનુ લે-વેચનો ધંધો કરતા દેવેન્દ્રભાઈ અશોકભાઈ રાધનપુરા નામના વેપારીએ પેલેસ રોડ નજીક પ્રહલાદ પ્લોટમાં ભાડે રહેતો અને મુળ રાજસ્થાનના ઓમદત મોતીલાલ જાંગીડ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે પ્રહલાદ પ્લોટમાં રહેતો ઓમદત અવાર નવાર અમારી દુકાનેથી સોનુ ખરીદી કરતો હોય અને રોકડું પેમેન્ટ આપી જતો હતો જેથી તેની પર વિશ્વાસ આવી ગયો હતો દરમિયાન ગત તા.12-10ના રોજ તેની દુકાને હતા તે દરમ્યાન ઓમદતએ 46 ગ્રામ સોનાની ખરીદી કરી હતી અને પેમેન્ટ બેંકથી આપવાની વાત કરી હતી. બાદમાં કટકે કટકે 131 ગ્રામ સોનુ લઈ ગયો હતો અને તેની કિંમત 16.39 લાખ થતી હોય તે પેમેન્ટ બેંકથી આપવા જણાવ્યું હતું બાદમાં પૈસા નહી આપતા દેવેન્દ્રભાઈએ ફોન કર્યો હતો પરંતુ ફોન નહી ઉપાડતા તેના પુત્રને ફોન કર્યા હતા પરંતુ તેણે પણ ફોન રિસીવ નહિ કરતા તપાસ કરતા દેવદતે સોની બજારમાં સોનાનો વેપાર કરતા અજયભાઈ નરોતમભાઈ માંડલીયા પાસેથી 12.30 લાખનુ 98.390 ગ્રામ સોનુ, સંજયભાઈ નગીનભાઈ પાટડીયા પાસેથી 5.80 લાખનુ 49 9 ગ્રામ સોનુ અને રૂત્વીકભાઈ રમેશભાઈ ભુવા પાસેથી 8.17 લાખનુ 64.140 ગ્રામ સોનુ સહીત કુલ 42.64 લાખનું સોનુ લઇ છેતરપીંડી આચરી નાસી ગયાનું જાણવા મળતા અંતે ફરીયાદ નોંધાવતા પીઆઇ બી વી બોરીસાગર સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



