ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા પ્રભારી સચિવ જેનુ દેવનની અધ્યક્ષતામાં આજે ઈણાજ ખાતે આવેલી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને જિલ્લા આયોજન કચેરી હસ્તકના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારીશ્રીએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી પૂર્ણ થયેલા કામો અને બાકી કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરી સંબંધિત વિભાગના અધિકારીઓને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જેમાં જનવિકાસના કાર્યોનો હકારાત્મક ઉકેલ આવે તે માટે જિલ્લાના અધિકારીઓએ લોકપ્રતિનિધિઓ સાથે સંવાદાત્મક અભિગમ દાખવીને તેનો સત્વરે ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવું જોઈએ અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી અનેક કામો હાથ ધરવામાં આવે છે. અને તે માટે જરૂરી ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવે છે.
ત્યારે આ ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો સમગ્રતયાં ઉપયોગ થાય અને તેની નિશ્ચિત સમયમર્યાદામાં તેનો ઉકેલ આવે તે દિશામાં કટિબદ્ધતાથી કાર્ય કરવું જોઈએ.
પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સંકલન અને આયોજન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
