ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
હાલ ચોમાસાની સીઝન દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થતી કામગીરી અંગે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા વિભાગો દ્વારા ચોમાસા દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી, ઉપરાંત આવનારા સમયને અનુલક્ષીને જુદા-જુદા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી, તેમના મંતવ્ય સાંભળી ભવિષ્યમાં ચોમાસા દરમિયાન થતા પ્રશ્ર્નો સરળતાથી નિવારી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેર તેમજ દરેક તાલુકામાં થતા જુદા જુદા પ્રશ્ર્નોનોનુ નિવારણ ઝડપથી થઈ શકે અને લોકોને અગવડતા ન પડે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા.
- Advertisement -
ઉપરાંત આ બેઠકમાં ચોમાસા સીઝન દરમિયાન ભારે વરસાદના સમયે ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓનું કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી ઉપરાંત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.