વેરા વસૂલાત શાખા દ્વારા 40 મિલકતોને ટાંચ-જપ્તીની નોટિસ ફટકારાઇ, રૂ. 49.84 લાખની રિકવરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી. જેમાં 15 મિલ્કતોને સીલ, 25 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી તેમજ 8ના નળ કનેકશન કપાત સાથે રૂ. 49.84 લાખની રિકવરી કરવામાં આવી. જેમાં વોર્ડ નં-2માં રૈયા રોડ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.72 લાખ, વોર્ડ નં-3મોચી બજારમાં 2-યુનિટની નોટીસ સામે રૂ.1.91 લાખ, વોર્ડ નં-5 પ્રજાપતીનગરમાં 1-યુનિટને નોટીસ સામે રૂ.70,000, વોર્ડ નં-6 સંત કબીર રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે રૂ. 4.28 લાખનો ઙઉઈ ચેક આપ્યો, મહિકા માર્ગ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.06 લાખ, ભાવનગર રોડ પર 1-યુનિટને નોટીસ, વોર્ડ નં-7માં લોહાનગરમાં 1-યુનિટની નોટીસ સામે રૂ.85,100, વોર્ડ નં-9 રૈયા રોડ પર 2-નળ કનેકશન ક્પાત કરતા રૂ.1.15 લાખ, અનંતા એપાર્ટમેન્ટ 3-નળ કનેક્શન ક્પાત કરતા રૂ.2.44 લાખ, વોર્ડ નં-10 150 ફુટ રોડ પર 1-યુનિટને નોટીસ સામે રૂ.28,661, ઓસ્કાર કોમ્પ્લેક્ષમાં 1-યુનિટની નોટીસ સામે રૂ.44,815, 150 ફુટ રોડ પર 1-યુનિટને નોટીસ સામે રૂ.75,300, કાલાવાડ રોડ પર 1-યુનિટને નોટીસ સામે રૂ.45,000, કાલાવાડ રોડ પર 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.2.00 લાખ, કાલાવાડ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ. 1.60 લાખ, વોર્ડ નં-11માં 150 ફુટ રીંગ રોડ પર 2-યુનિટની નોટીસ સામે રૂ. 98,172, મવડી રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.39,000, 80 ફુટ રીંગ રોડ પર 1-યુનિટ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.89,311, કાલાવાડ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ઙઉઈ ચેક આપ્યો, વોર્ડ નં-12માં ગોંડલ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.51,941, 150 ફુટ રીંગ રોડ પર 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.75 લાખ, વોર્ડ નં-13 સમ્રાટ ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.21 લાખ, ગોંડલ રોડ પર 1-યુનિટની નોટીસ સામે રૂ.76,650, ગોંડલ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.00 લાખ, મણીનગરમાં 2-યુનિટની નોટીસ સામે રૂ.1.03 લાખ, મહાદેવ ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રૂ.1.08 લાખ, ગોંડલ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.30 લાખ, વોર્ડ નં-14માં 80 ફુટ રીંગ રોડ પર 3-યુનિટને નોટીસ આપી, વોર્ડ નં-15 કોઠારીયા બાયપાસ રોડ પર 5-યુનિટને નોટીસ આપી, ભાવનગર રોડ પર 1-નળ કનેક્શન ક્પાત કરતા ઙઉઈ ચેક આપ્યો, નવા થરોળા વિસ્તારમાં 1-નળ કનેક્શન ક્પાત કરતા ચેક આપ્યો, વોર્ડ નં-16માં ગોકુલ નગરમાં 1-નળ કનેક્શન ક્પાત કરતા રૂ.60,040, વોર્ડ-9 સંપ કનેક્શન માટે 43 કોલ કરેલ જેમાંથી રૂ. 17.66 લાખ રીકવરી કરવામાં આવ્યા. આમ, કુલ મળીને 3,58,020 મિલ્કત ધારકોએ 285.47 કરોડનો વેરો ભર્યો હતો.