ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાઇ રહ્યો છે.ત્યારે મતદારો કંઈ તરફ ઝુકશે તે જોવું રહ્યું. સોમનાથ બેઠક પર કોંગ્રેસે ગત ટર્મ જીતેલા અને જ્ઞાતિ આધારિત ઉમેદવાર મુક્યા છે. જે ચોક્કસ કોંગ્રેસનો ફાયદો છે તો ભાજપ પણ ચરમસીમાએ મહેનત કરી રહ્યું છે. તેમને નગરપાલિકાની કામગીરીનો અસંતોષ નડી રહ્યો છે.પરંતુ ફ્રેશ અને સ્વચ્છ ચહેરો તેમજ વધારે મતદાન થાય તો ભાજપ ને ફાયદો થાય તેમ છે. તેમજ આપ પણ સારી એવી મહેનત કરી બેઠક મેળવવા પ્રયાસ કરે છે.જો કે આપના કારણે કોંગ્રેસને નુકશાન થઈ શકે. તાલાલા બેઠક કોંગ્રેસ ગઢ ગણાય છે. કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જતા કોંગ્રેસે નવો ચહેરો માનસિંગ ડોડીયાને મુખ્ય છે.ભાજપમાં સિટી વિસ્તારમાં અસંતોષ ભાજપની બાજી બગડી શકે. કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આપે કોળી ઉમેદવાર મુક્ત કોંગ્રેસને ફાયદો થતો હોય તેવું જણાય છે. તેમ પાટીદારના મતો નિર્ણાયક ગણાય શકે. આ બેઠક ફરીથી કોંગ્રેસને જાય તો નવાઈ નહિ. કોડીનાર બેઠક પર કોંગ્રેસે સિટીન્ગને કાપી નવા ઉમેદવાર મુક્યા છે. સામે ભાજપે શિક્ષિત અને નવા ડોકટર ઉમેદવાર ઉભા રાખ્યા છે જે ભાજપને ફાયદો થઈ શકે છે. પૂર્વ સાંસદના ટેકેદાર હોય ભાજપને ફાયદો થઈ શકે. ઉના સીટ પર કોંગ્રેસે આઠમી વખત ઉમેદવારને રીપીટ કર્યા છે. તો ભાજપે પણ પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપી છે. ત્યારે અહિં ઇન્કબનસી ન નડે તો સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારના લીધે કોંગ્રેસને ફાયદો થાય જો કે આપના પટેલ ઉમેદવાર છે તે કોને નુકશાન કરી શકે તે જોવું રહ્યું.
ગિર સોમનાથ 4 બેઠક પર ખરાખરીનો જંગ, ત્રણેય પક્ષની કાંટે કી ટક્કર
