મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીએ ઉમિયાધામને પ્રમાણપત્ર એનાયત ર્ક્યુ
ખાસ-ખબર સંવાદદાતા
અલગ-અલગ સ્થળેથી એક જ સ્થળે આવેલ 6 હજાર થી વધુ કારની રેલીનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં ઉમિયાધામ સિદસરનું નામ અંકીત થયુ છે ગઈકાલે સિદસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ઉમિયાધામને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. આગામી વર્ષ ડીસેમ્બ-ર0ર4 માં જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાજી પ્રાગટયના 1ર5 વર્ષ નીમીતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મંગલાચરણ નિમિતે આયોજીત 1ર5 કાર રેલી યોજી 6 હજારથી વધુ કારમાં પાટીદારો તા. 1 ઓકટોમ્બર ને રવિવારે યોજાયેલ ભવ્ય સામાજીક સંમેલનમાં ભાગ લેવા ઉમિયાધામ સિદસર પહોચ્યા હતા. 51 કારની એક રેલી એવી 1ર5 કાર રેલીમાં 1 થી 51 નંબરના સ્ટીકર,
દરેક કારમાં ઝંડી તથા દરેક કાર રેલી સાથે ઈન્ચાર્જ, પાયલોટીંગ કાર, વિડીયો, ડી.જે. સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રવિવારે સવારે શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા દ્વારા આ કાર રેલીના કાફલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અલગ-અલગ સ્થળેથી એક જ સ્થળે આવેલ 6 હજારથી વધુ કાર રેલીનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધણી કરવામાં આવી છે
જેનું પ્રમાણપત્ર ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલ સમાજીક સંમેલનમાં દિલ્હીથી પધારેલા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોડર્સના અધિકારી આલોક એ પ્રોવીઝન સર્ટીફીકેટ ઉમિયાધામને એનાયત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતની જનતા પોતાની મહેનત અને પરિશ્રમથી અનેક રેકોર્ડ સર્જી શકે છે સરકાર પર ર્નિભર રહેેવાને બદલે જાત મહેનતથી આગળ વધે છે. આજે સિદસર ખાતે અલગ-અલગ સ્થળેથી એક જ સ્થળે 6 હજારથી વધુ કાર રેલી સ્વરૂપે પહોંચે તે એક રેકોર્ડસ બન્યો છે.