ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકાના ઓળ ગામે મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે આરોપી ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તરીકે ઓળખાતી સીમના ખરાબામાં ઓળ ગામના જ ચેતન અવચરભાઈ કોળીની ઓરડીમાં દરોડો પાડીને ભારતીય બનાવટની દારૂની મેકડોવેલ્સ નંબર 01 કંપનીની 240 બોટલ (કિં.રૂ. 90,000) ઝડપી લીધી હતી. આ દરોડા દરમિયાન આરોપી ચેતન અવચરભાઈ વિંજુવાડીયા (રહે. ખોડીયાર માતાજીના મંદિર પાસે, ઓળ) ભાગવામાં સફળ થયો હતો ત્યારે એલસીબી ટીમે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવીને આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
વાંકાનેરના ઓળ ગામે LCBના દરોડા, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
