ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પોલીસની ટીમે બાતમીને આધારે ચરાડવાથી સમલી ગામ જવાના રસ્તે આવેલ સીમમાં દરોડો પાડીને ખરાબાની જમીનમાં રાઈના કુચ્ચામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને બે આરોપીઓની ધરપકડ કરીને દારૂ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ચરાડવા ગામથી સમલી ગામ જવાના રસ્તે પંચાસર નામની સીમમાં દરોડો કર્યો હતો જ્યાં ખરાબાની જમીનમાં રાઈના કુચ્ચાના ઢગલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી પોલીસને વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 276 બોટલ (કિં. રૂ. 82,800) મળી આવતાં પોલીસે દારૂ અને મોબાઈલ સહીત કુલ રૂ. 87,800 નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી બાબુભાઈ દુદાભાઈ સાનિયા અને મહેશ આત્મારામભાઇ માકાસણાને ઝડપી લીધા છે જયારે દારૂના આ વેપલામાં રોહિત ભાણજીભાઈ માકાસણાનું નામ ખુલતાં પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.