સાર્વજનિક પુસ્તકાલયના પુસ્તકો અને ફર્નિચર ધૂળ ખાઈ રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
માણાવદરમાં સાર્વજનિક તાલુકા પુસ્તકાલય કાર્યરત છે તેવી જાણ થતા આ સાર્વજનિક તાલુકા પુસ્તકાલય કયા કાર્યરત છે તેની તપાસ કરવામાં આવી ત્યારે આ બાબતે જિલ્લા પુસ્તકાલય જુનાગઢ ખાતે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી કે માણાવદરમાં તાલુકા પુસ્તકાલય ક્યાં કાર્યરત છે. ત્યારે જિલ્લા પુસ્તકાલયના અધિકારી માણાવદરમાં દાતાઓના સહયોગથી ચાલતી એક સંસ્થાને તાલુકા સાર્વજનિક પુસ્તકાલય બતાવી દેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. માણાવદરમાં તાલુકા સાર્વજનિક પુસ્તકાલય કાર્યરત જ નથી એ વાત પણ બહાર આવી છે. હાલમાં માણાવદર સાર્વજનિક પુસ્તકાલય ક્યાં છે ખબર જ નથી. ત્યારે કોને માનદ વેતન આપે છે તે તપાસ કરવી પણ જરૂરી છે. ત્યારે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવી પણ જરૂરી છે.
જયારે આ પુસ્તકાલય બાબતે માણાવદરમાં પરબ પુસ્તકના સંચાલક ઈમ્તિયાઝ કે. કાઝી જે જણાવ્યું હતું કે, આ સાર્વજનિક તાલુકા પુસ્તકાલય નથી પરંતુ પુસ્તક પરબ નામની સેવાકીય સંસ્થા છે. જે દાતાઓના સહયોગથી અને માતૃભાષા અભિયાન સંસ્થાના માર્ગદર્શન હેઠળ 2019 થી કાર્યરત છે. આ સંસ્થામાં કોઈ સરકારી પુસ્તકો નથી કે કોઈ સરકારી ગ્રાન્ટ પણ આપવામાં આવતી નથી. અહીં 2500 જેટલા પુસ્તકો છે તે દાતાઓના વિશેષ સહયોગથી પ્રાપ્ત થયેલા છે. આ સંસ્થા કોઈ તાલુકા પુસ્તકાલય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ નથી. અને માણાવદરના લોકો પુસ્તકો વાંચી શકે તે માટે અમે આ સેવાકીય પ્રવૃત્તિ દર મહિનાના પ્રથમ રવિવારે ખોલવામાં આવે છે.
- Advertisement -
આ અંગે જુનાગઢ જિલ્લા સરકારી પુસ્તકાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં સાર્વજનિક પુસ્તકાલય છે અને માનદવેતન અને પુસ્તકો પણ આપવામાં આવેલ છે અને જે અત્યારે ચાલુ કન્ડિશનમાં છે આ ઉપરાંત એક ત્યાં અને ભેંસાણ એ બે જગ્યાએ જુનાગઢ જિલ્લામાં ચાલુ છે. તેમને માત્ર માનદ વેતન સિવાય કંઈ આપવામાં ન આવે. માણાવદરમાં હમણાં સરકારી તાલુકા પુસ્તકાલય પણ મંજૂર કરવામાં આવેલ છે ત્યાં મકાન ભાડે રાખવાની પ્રોસિજર ચાલુ છે ટૂંક સમયમાં ત્યાં પણ તાલુકા સરકારી પુસ્તકાલય ચાલુ થઈ જશે. જયારે માહિતી આપતા જણાવ્યું કે, માણાવદરમાં સાર્વજનિક પુસ્તકાલય આવેલ છે. જે માણાવદરમાં સાર્વજનિક પુસ્તકાલય શાલીમાર ચેમ્બર બીજા માળે, સિનેમા રોડ પર છે અને આ સાર્વજનિક પુસ્તકાલય 2020થી કાર્યરત છે. જેનો સમય સવારે 8 થી 2 વાગ્યાનો છે. ગ્રંથાલયને માસિક માનદ વેતન રૂ.1000 આપવામાં આવે છે. આ સાર્વજનિક પુસ્તકાલય કુલ પુસ્તક સહાય સંખ્યા 1460 તથા અન્ય કોઈ પણ જાતની ગ્રાન્ટ આ કચેરી મારફત આપવામાં આવતી નથી. જયારે જુનાગઢ જીલ્લા સરકારી પુસ્તકાલયના અધિકારીએ ઉપરોક્ત આપેલી માહિતીના સ્થળ ઉપર ખરાઈ કરતા ત્યાં દરરોજ કોઈ પુસ્તકાલય ખુલવામાં આવતું જ નથી અને એ પણ પુસ્તકાલયના સંચાલકો એમ પણ કહે છે આ સાર્વજનિક નથી પણ અમારા દાતાઓના સહયોગથી બનાવેલું પુસ્તક પરબ છે.