જૂનાગઢ જેલમાં ખિલ્લી ખાઈ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો
કેશોદના પોકસોના ગુનામાં 13 માસથી જેલવાસ ભોગવતો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેશોદના 2023ના પોક્સો- દુષ્કર્મના ગુનામાં 13 માસથી જુનાગઢ જેલમાં બંધ આરોપીએ 5 દિવસ પૂર્વે જેલમાં એક ખીલ્લી ખાઈ લેતા તેને પ્રથમ જુનાગઢ બાદ વધુ સારવાર અર્થે ગઈકાલે રાજકોટ ખસેડાતા અહીં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો જે સાંજે જાપ્તામાં રહેલ પોલીસ કર્મચારી ઉપર મરચાની ભૂકી છાંટી ભાગી જતા ચકચાર મચી ગઈ છે પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોરબીનો અને હાલ કેશોદના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં ગત તારીખ 11 ઓગષ્ટ 2023થી જુનાગઢ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો સાગર નવઘણભાઈ મુંધવા નામનો કેદી જુનાગઢ જેલમાં પાંચેક દિવસ પૂર્વે ખીલ્લી ખાઈ જતા તેને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો તેને વધુ સારવાર અર્થે જાપ્તા સાથે ગઈકાલે રાજકોટ ખસેડતા સિવિલ હોસ્પીટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીંથી સાંજે પોલીસ કર્મચારી ઉપર મરચાની ભૂકી છાંટી ભાગી જતા પ્રનગર પોલીસ મથકના પીઆઈ ઝણકાત સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આરોપીને પકડવા ટીમો દોડાવી હતી આરોપીએ 10દિવસ પૂર્વે જુનાગઢ જેલમાં જેલ સહાયક અવકાશ ગામીત પર હુમલો કર્યો હતો તે બીમાર હોવાથી હાથકડી ન લગાવી હોવાનું જાણવા મળ્યું હતું જો કે મરચાની ભૂકી તેની પાસે કેવીરીતે આવી તે તપાસ કરતાં તેના પરિવારજનો તેને મળવા આવ્યા હોય તે લોકો આપી ગયાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.