સમગ્ર દેશમાં 5000 લાખ મેટ્રિક ટન શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. તેમાંથી 3574 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થયું હતું, જેમાંથી 395 લાખ મેટ્રિક ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન થયું છે.
ભારત આ વર્ષે ખાંડની સિઝનમાં વિશ્વનો સૌથી મોટો ખાંડનો ઉત્પાદક દેશ બન્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય (Ministry of Consumer Affairs, Food and Public Distribution)ના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2022માં સમાપ્ત થયેલી ખાંડની સિઝન સમગ્ર ખાંડ ક્ષેત્ર માટે ઐતિહાસિક રહી છે. આ સિઝનમાં શેરડીનું ઉત્પાદન, ખાંડનું ઉત્પાદન, ખાંડની નિકાસ, શેરડીની ખરીદી, શેરડીની બાકી ચૂકવણી અને ઇથેનોલ ઉત્પાદનમાં વિવિધ રેકોર્ડ નોંધાયા છે.
- Advertisement -
મંત્રાલયે માહિતી આપી છે કે, આ કારોબારી વર્ષમાં નિકાસમાં વધારાને કારણે દેશમાં લગભગ 40,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ આવ્યું છે. માર્કેટિંગ વર્ષ 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)ના અંતે ખેડૂતોની શેરડીની બાકી રકમ માત્ર 6,000 કરોડ રૂપિયા હતી. સુગર મિલોએ 1.18 લાખ કરોડ રૂપિયાની કુલ બાકી રકમમાંથી 1.12 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને પહેલા જ ચૂકવી દીધા.
5000 લાખ મેટ્રિક ટન શેરડીનું રેકોર્ડ ઉત્પાદન
ખાદ્ય મંત્રાલયે કહ્યું, ભારત વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે. દેશ ખાંડનો ઉપભોક્તા તેમજ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર છે. પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં 5000 લાખ મેટ્રિક ટનથી વધુ શેરડીનું વિક્રમી ઉત્પાદન નોંધાયું છે. તેમાંથી ખાંડ મિલો દ્વારા આશરે 3,574 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 395 લાખ મેટ્રિક ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેમાંથી 35 લાખ મેટ્રિક ટન ખાંડનો ઉપયોગ ઇથેનોલ તૈયાર કરવા માટે કરવામાં આવ્યો છે.
ગત વર્ષે વધ્યું ઉત્પાદન
આ આંકડો 2018-19માં 3 LMTથી વધીને 2021-22 ખાંડની સિઝન સુધીમાં 35 LMT સુધી પહોંચી ગયો છે. આંકડા અનુસાર, હાલમાં સિઝનના અંતે 60 LMT ખાંડનો સ્ટોક બચ્યો છે જે 2.5 મહિનાની જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે. 359 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું.
- Advertisement -
રેકોર્ડ સ્તરે થઈ ખાંડની નિકાસ
ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સિઝનમાં 109.8 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી, જે રેકોર્ડ સ્તર છે. ભારત વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે. ખાંડનો ઉપભોક્તા હોવાની સાથે-સાથે દેશ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર પણ છે.