કોંગ્રેસ અને કોંગ્રેસી નેતા પરની કવિતા સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી રહી છે
ટંકરા-પડધરીમાં મતદારોના મોઢામાં એક જ વાત, હા.. કોંગ્રેસી કાકાના કામ નહીં, કાંડ છાપરે ચડીને બોલે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનો પ્રચાર અંતિમ ચરણમાં છે ત્યારે ટંકારા-પડધરી મતવિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા પર આડકતરી રીતે કટાક્ષ કરતી એક કવિતા ’કાકાના કામ નહીં, કાંડ બોલે છે’ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ કવિતામાં કોંગ્રેસ અને કોંગ્રેસી નેતા હિંદુ ધર્મ તેમજ ભારત દેશ વિરોધી હોવાની, લલિત કગથરાએ ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદીને રાવણ અને ભાજપ નેતાઓને ગીધ કહ્યા હોવાની વાત કરવામાં આવી છે. જોકે આ કવિતામાં ક્યાંય કોંગ્રેસ નેતા લલિત કગથરાનું નામ લખવામાં આવ્યું નથી પરંતુ આ કવિતા તેમના પર જ લખાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સિવાય કાકાના કામ નહીં, કાંડ બોલે છે! કવિતામાં લોકડાઉનના સમયમાં કાકા અનાજ-દવાની જગ્યાએ પાન-માવાની લ્હાણી કરતા હોવાની તેમજ પાંચ વર્ષમાં ધારાસભ્ય તરીકે મળેલી સરકારી ગ્રાન્ટનો સદુપયોગ ન કરી શક્યા હોવાની વાત પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ કવિતામાં કાકાને લોકસમસ્યામાં જરીકે રસ ન હોવાનું અને સ્વપ્રસિદ્ધિ જ ગમતી હોવાનું જણાવવામાં આવ્યું છે.
કાકાના કામ નહીં, કાંડ બોલે છે! કવિતામાં કોંગ્રેસ નેતા લલિત કગથરા માવા ખાઈને મોટીમોટી વાતો કરતા હોય છે, બફાટ મારતા હોય છે પણ અસલમાં જનતા માટેનું કઈ કામ કરતા નથી એવું જણાવવામાં આવ્યું છે. મતદાનને આડે હવે બે દાડાની વાર છે ત્યારે આ કવિતા વાયરલ થયા બાદ ટંકરા-પડધરીમાં મતદારોના મોઢામાં પણ એક જ વાત છે કે, હા.. કોંગ્રેસી કાકાના કામ નહીં, કાંડ છાપરે ચડીને બોલે છે.
- Advertisement -
વાયરલ થયેલી કવિતા
ટંકારા-પડધરીનો વિકાસ ન કરનારા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
હિંદુ અને ભારત વિરોધી પક્ષના
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
નરેન્દ્રભાઈ મોદીને રાવણ કહેનારા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
ભાજપ નેતાઓને ગીધ કહેનારા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
હા.. કોંગ્રેસી કાકાના કાંડ છાપરે ચડીને બોલે છે
લોકડાઉનમાં પાન-માવાની લ્હાણી કરનારા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
ધારાસભ્યની ગ્રાન્ટનો સદુપયોગ ન કરનારા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
સ્વ-પ્રસંશામાં જ રચ્યા-પચ્યા રહેતા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
લોકોની સમસ્યામાં જેમને રસ નથી તેવા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
જે ખાતા રહે માવા ને મારતા રહે ફાંકા તેવા
કાકાના કામ નહીં, કાંડ બોલે છે.
હા.. કોંગ્રેસી કાકાના કાંડ છાપરે ચડીને બોલે છે