યુપીના હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ, સત્સંગ બાદ નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના ચરણસ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી અને 121 લોકો માર્યાં ગયાં
યુપીના હાથરસના પુલરાઈ ગામમાં મંગળવારે બપોરે સત્સંગ પૂરો કર્યાં બાદ નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાની કાર નીકળી હતી અને તેમના ચરણસ્પર્શ કરવા લોકો ગાડી પાછળ દોટ મૂકી હતી બસ તેમાં જ 121 લોકો માર્યાં ગયાં હતા. આ તરફ હવે યુપીના હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. આ તરફ હજી સુધી FIRમાં બાબાનું નામ ન હોવાને પણ અનેક સવાલ ઊભા થયા છે.
હાથરસ અકસ્માતને લઈ સુપ્રીમ કોર્ટમાં PIL
- Advertisement -
યુપીના હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારો આજે વહેલી સુનાવણી માટે વિનંતી કરી શકે છે. આ ઘટના પર યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ કરવામાં આવી છે. એટલે કે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અને ભવિષ્યમાં લેવાનારી સાવચેતી વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. પિટિશનમાં ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.
અરજીમાં આવા કાર્યક્રમોના આયોજન માટે માર્ગદર્શિકા બનાવવાની અપીલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી કરી છે. આ અરજીમાં 1954થી ધાર્મિક કાર્યક્રમોમાં નાસભાગ અને જાનહાનિની માહિતી આપતા 15 મોટી ઘટનાઓ ટાંકવામાં આવી છે. આ યાદી 1954ના કુંભ મેળાની નાસભાગથી શરૂ થાય છે અને 2023માં મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં એક પગથિયાંની દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી નાસભાગની ઘટનાનો પણ ઉલ્લેખ કરે છે.
શું કહી રહ્યા છે પ્રત્યક્ષદર્શીઓ ?
- Advertisement -
આ તરફ ઘટનાને નજરે જોનાર લોકોએ કહ્યું કે, મેદાનમાં સત્સંગ પંડાલ બનાવવામાં આવ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી ગુરુજીની ગાડી નીકળી. લોકો તેના પગ સ્પર્શ કરવા દોડ્યા અને નાસભાગ મચી ગઈ. ઘણા લોકો પડી ગયા અને લોકો તેમના પર ચડીને બહાર આવવા લાગ્યા. પ્રત્યક્ષદર્શી રામદાસે જણાવ્યું કે, તે તેની પત્નીને દવા કરાવવા માટે અલીગઢ લઈ ગયો હતો. ત્યાંથી સત્સંગમાં હાજરી આપી પરત ફર્યા. રામદાસ બહાર સેવાદાર પાસે બેઠા હતા જ્યારે તેમની પત્ની સત્સંગની અંદર ગઈ હતી અને અકસ્માતનો ભોગ બની હતી. રામદાસે કહ્યું કે, તેમને કહેવામાં આવ્યું કે તેમની પત્નીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. રામદાસે કહ્યું કે અમે પંડાલથી દૂર બેઠા હતા અમે જોયું કે અચાનક એક ભીડ બહાર આવી લગભગ 1.5 થી 2 લાખ લોકોની ભીડ હતી. 50 થી 60 વીઘાનું મેદાન હતું, જેમાં પંડાલ બનાવવામાં આવ્યો હતો. આખો રસ્તો જામ થઈ ગયો હતો.
અત્યાર સુધીમાં કુલ 121 લોકોના મોત
આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 121 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ છે અને હોસ્પિટલમાં છે. હાથરસ હોસ્પિટલમાં 32 મૃતદેહો આવ્યા છે 19ની ઓળખ થઈ છે. પોસ્ટમોર્ટમ બાદ તેમને તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવી રહ્યા છે અને તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે. 32માંથી 11નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. એક મહિલા પોલીસકર્મી બેહોશ થઈ ગઈ હતી તે હવે ઠીક છે, તેને ઘરે મોકલી દેવામાં આવી છે.
કોણ છે આ બાબા ?
ભોલે બાબાનું સાચું નામ સૂરજપાલ છે. તે કાસગંજ જિલ્લાના બહાદુર નગરna વતની છે. સૂરજપાલે 1990 ના દાયકાના અંતમાં પોલીસની નોકરી છોડી દીધી અને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. બાબાએ ‘સત્સંગ’ (ધાર્મિક ઉપદેશ) કરવાનું શરૂ કર્યું. સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાને કોઈ સંતાન નથી. બાબાની પત્ની પણ તેમની સાથે સત્સંગમાં રહે છે. તે અનુસૂચિત જાતિ (SC) સમુદાયમાંથી આવે છે. બહાદુર નગરમાં આશ્રમની સ્થાપના કર્યા પછી ભોલે બાબાની ખ્યાતિ ગરીબ અને વંચિત વર્ગમાં ઝડપથી વધી અને લાખો લોકો તેમના અનુયાયીઓ બન્યા.