900 મીટરથી વધુ લાંબો આ મહાકાલ લોક કોરિડોર ત્યાં આવેલા જૂના રુદ્ર સાગર તળાવને ફરતે છે.
- Advertisement -
કોરિડોર માટે બે ભવ્ય એન્ટ્રી ગેટ પણ બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં મહાકાલ વનની પરિકલ્પનાને જે સુંદરતાથી રજૂ કરાઈ છે, સેંકડો વર્ષ બાદ તેને સાકાર સ્વરૂપ અપાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોકના પહેલા ફેઝને રાષ્ટ્રને સમર્પિત કરશે.
ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પુર્નવિકાસ યોજના હેઠળ રુદ્ર સાગર તળાવને પુર્નજીવિત કરવામાં આવ્યું છે.
દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને અહીં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
કોરિડોર માટે બે ભવ્ય એન્ટ્રી ગેટ- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના મેઈન ગેટ સુધી જાય છે.
મહાકાલ મંદિરના નવા બનેલા કોરિડોરમાં 108 સ્તંભ બનાવવામાં આવ્યા છે. 910 મીટરનું આ આખું મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું રહેશે.
ઉજજૈનમાં મહાકાલ લોકના મુખ્ય આકર્ષણમાં ‘શિવ પુરાણ’ ની કથાઓ દર્શાવતાં પચાસથી વધુ ભીંતચિત્રોની જટિલ કોતરણીવાળા પથ્થરોથી બનેલા ૧૦૮ સુશોભિત સ્તંભો, ફુવારા અને પચાસથી વધુ ભીંતચિત્રોની પેનલને ભવ્ય રીતે દર્શાવાઈ છે.
બે ભવ્ય પ્રવેશદ્વાર-નંદી દ્વાર અને પિનાકી દ્વાર-કોરિડોરના પ્રારંભિક બિંદુની નજીક બાંધવામાં આવ્યાં છે, જે મંદિરના પ્રવેશદ્વાર તરફ જાય છે અને રસ્તામાં સૌંદર્યલક્ષી દૃશ્ય પ્રદાન કરે છે.
પ્રધાનમંત્રી મોદી 856 કરોડ રૂપિયાના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરશે.