આગામી મહિને રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે, તેના માટે ઉમેદવારી નોંધવાનું ચાલુ છે, ત્યારે આ ચૂંટણીમાં સામાન્ય લોકોએ પણ ઉમેદવારી નોંધાવી છે.
- Advertisement -
આવતા મહિને યોજનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અમુક સામાન્ય જનતાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમાં મુંબઈના એક સ્લમ નિવાસી, RJD પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવનું નામેરી વ્યક્તિ, તમિલનાડૂના એક સામાજિક કાર્યકર્તા, દિલ્હીના એક પ્રોફેસર વગેરે સામેલ છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આજે ઉમેદવારી નોંધાવાના છે. દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓની હાજરીમાં પોતાનું નામાંકન ભર્યું હતું.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મુર્મૂ અને સિન્હા ઉપરાંત અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 અન્યએ પણ રાજ્યસભા મહાસચિવ અને ચૂંટણી માટે ચૂંટણી અધિકારી પીસી મોદી સમક્ષ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. તેમાં મુંબઈના મુલુંડ ઉપનગર માં અમર નગર સ્લમ વિસ્તારમાં આવતા સંજય સાવજી દેશપાંડેએ નવ જૂનના રોજ ચૂંટણીની જાહેરાતના થોડા દિવસમાં જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બિહારના સારણમાં રહેતા લાલૂ પ્રસાદ યાદવ, તમિલનાડૂના નમક્કલ જિલ્લાના એક સામાજિક કાર્યકર્તા ટી.રમેશ અને દિલ્હીના તિમારપુરના પ્રોફેસર દયાશંકર અગ્રવાલ એ લોકોમાં સામેલ છે. જેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે અને લોકોનું ધ્યાનાકર્ષિત કર્યું છે.
અમુક સહીઓ નથી કરી, તો અમુકે ડિપોઝીટ નથી આપી
- Advertisement -
મોટા ભાગના ઉમેદવારી પત્રમાં પ્રસ્તાવકો અને અનુમોદકોના જરૂરી નામ અને સહીઓ નથી, ડિપોઝીટ રકમ 15,000 રૂપિયાનો બેંક ડ્રાફ્ટ નથી. એટલા માટે આ નામો રદ થઈ જશે. રાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના ઉમેદવારો પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોના નામ પ્રસ્તાવક અને અનુમોદકો તરીકે સૂચિબદ્ધ કર્યા છે. પણ સહીઓવાળી કોલમ ખાલી રાખી છે.
ઉમેદવારી નોંધાવનારામાં અમદાવાદના પરેશકુમાર મનુભાઈ મુલાની, હરિયાણાના મહેન્દ્રગઢમાંથી વેદ વ્યાસ, મહારાષ્ટ્રના ધુલેમાંથી અશોક શંકર પાટિલ, પુણેમાંથી વિવેક સખારામ બાગેકર, દિલ્હીના શાહદરામાંથી અમિત કુમાર શર્મા, આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમમાંથી રવિકુમાર કેસગની, આંધ્રપ્રદેશના તિરુપતિમાંથી કંકનલા પેંચલા નાયડૂ, તમિલનાડૂમાંથી સલેમના ડો. કે પદ્મરાજન અને મહારાષ્ટ્રના અંધેરીમાંથી સાયરા બાનો મહોમ્મદ પટેલ સામેલ છે.