કોડિનારમાં હોટેલમાં ચા વેચનાર વ્યક્તિને આઈ.ટી વિભાગે 115 કરોડની નોટિસ આપતા પરિવાર પર આભ ફાટ્યું
115 કરોડની નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશને દોડી ગયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.16
ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર એસટી બસ સ્ટેશન પાસે આવેલા શિવ પાર્ક નામનાં રેસ્ટોરન્ટમાં ચા વહેચનાર આસિફ મોહમદ શેખ છેલ્લા 20 વર્ષથી અહીં ચા વેચવાનું કામ કરી મહિને દશ હજાર રૂપિયા કમાઈ છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.આસિફ ક્યારેય 5 લાખથી વધુ રૂપિયા જોયા પણ નથી..!! પરંતુ હાલ આસિફ મોહમદ શેખ અને તેના પરિવાર પર આભ ફાટ્યું છે.કારણ છે ઈનકમ ટેક્ષ વિભાગ.આ વિભાગે આસિફ મોહમદ શેખને 115 કરોડ 92 લાખ 9 હજાર 921 રૂપિયા ની નોટિસ ફટકારી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માગ્યો છે.જેને લઇ આસિફ મોહમદ શેખ અને તેનો પરિવાર મુસીબતમાં મુકાયો છે. મહિને દશ હજાર કમાનાર ને 115 કરોડ ની નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને પોલીસને અરજી આપી પોતા પર અચાનક આવેલી આફતનું નિરાકરણ કરવા આજીજી કરી રહ્યો છે.જો કે મોટો સવાલ એ છે કે ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા 115 કરોડની નોટિસ એક ગરીબને આપવા પાછળ શું કારણ હશે…? શું આસિફ મોહમદ શેખનાં પાન કાર્ડનાં આધારે કોઈ એ મોટુ ટ્રાજેક્શન કરી આસિફને ફસાવી દીધો કે કેમ..? આવા અનેક સવાલો ઉઠ્યા છે જોકે આગામી દિવસોમાં આ સમગ્ર મામલે શું ખુલાસો થાય તે જોવું રહ્યું.
આસિફે ક્યારેય 5 લાખથી વધુ રૂપિયા જોયા પણ નથી: શું આસિફ મોહમદ શેખનાં પાન કાર્ડનાં આધારે કોઈ એ મોટું ટ્રાન્ઝેકશન કરી આસિફને ફસાવી દીધો કે કેમ..?
ઈન્કમ ટેક્સ વિભાગે આસિફ મોહમદ શેખને 115 કરોડ 92 લાખ 9 હજાર 921 રૂપિયાની નોટિસ ફટકારી ટ્રાન્ઝેકશનનો ખુલાસો માગ્યો
- Advertisement -
આસિફ તેના પરિવારનું ભરણ પોષણ દસ હજાર રૂપિયામાં કરે છે તો એક અબજ અને 15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી?
’આસિફ છેલ્લા વીસ વર્ષથી અહીંજ કામ કરે છે.તેની ઘરની સ્થિતિ ખૂબ દયનીય છે.તે ભાડાનાં મકાનમાં રહે છે. મકાન માલિક તેમની પાસે 32 હજાર રૂપિયા ભાડાનાં માંગે છે જ્યારે હું 80 હજાર માંગુ છું તે પહેલેથી જ કર્જનાં બોજ નીચે દબાયેલો છે.’આ આસિફની પહેલી પત્ની બીમાર હતી.જેનું મોત થયું હતું જેને એક દીકરો અને એક દીકરી છે. જ્યારે આસિફે પત્નીનાં મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા છે જે પત્નીને પણ દીકરો અને દીકરી બે સંતાનો છે.આમ તેમને ચાર સંતાનો છે.આ પરિવારમાં કુલ 6 સદસ્યો છે અને ભાડાનાં મકાનમાં રહે છે.આસિફ તેના પરિવારનું ભરણ પોષણ દશ હજાર રૂપિયામાં કરે છે.તો એક અબજ અને 15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી..? – કેશુભાઈ મોરી રેસ્ટોરન્ટ માલિક