આરોગ્ય વિભાગના અધિકારી પ્રફુલ ગઢવીએ સતત 8 કલાક સુધી જર્નાલિઝમ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ડેવલોપમેન્ટસેન્ટર કેન્દ્ર અને રાજ્ય સરકારની પરીક્ષાઓના વર્ગો માટે રાજ્યભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે અંદાજિત 3000થી વધારે છાત્રોએ સરકારી પરીક્ષામાં સફળતા મેળવી સીસીડીસીની કામગીરીને બિરદાવી છે. તાજેતરમાં સિનિયર સબ – એડિટર અને માહિતી મદદનીશના વર્ગો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીડીસી કેન્દ્ર ખાતે ચાલી રહ્યા છે.
- Advertisement -
આ તાલીમ વર્ગોમાં પત્રકારો અનેમીડિયાકર્મીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ પરીક્ષાના જુદા જુદા વિષયો ગુજરાતની ભૂગોળ, ઇતિહાસ, મેથ્સ, રીઝનીંગ વિગેરે વિષયોની દરરોજ તાલીમ આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં એકમાત્ર સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે માહિતી નિયામકના વર્ગોની તાલીમ શાળા શરૂ કરાયેલ છે
આ પરીક્ષામાં 25 માર્કસ જર્નાલિઝમ વિષયના છે. નડિયાદના તજજ્ઞ અને આરોગ્ય વિભાગના સરકારી અધિકારી પ્રફુલભાઈ ગઢવીએ સતત આઠ કલાક જર્નાલિઝમ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્ય શાળામાં ભાગ લેનાર તમામ મીડિયા કર્મીઓને પ્રફુલભાઈ ગઢવી મારફત લખાયેલ પરીક્ષાનું પુસ્તક નિ:શુલ્ક આપવામાં આવેલ હતું. આ પ્રસંગે સીસીડીસીના ડાયરેકટર તથા ફિઝિકસ ભવનના અધ્યક્ષ પ્રોફેસર નિકેશભાઈ શાહ ટીમ સી.સી.ડી.સી.ના સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.