રાજકોટમાં તા.8-9 જાન્યુઆરીએ રિજિયોનલ કોન્ફરન્સ યોજાય તે પૂર્વે મહત્વનો નિર્ણય
દરેક કોન્ફરન્સમાં અંદાજે 800થી 100 વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (ટૠછઈ) આગામી તા.8 અને 9 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજવાની જાહેરાત કરવામાં આવી છે અને આ કોન્ફરન્સની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા તા.8થી 11 સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝિબિશનની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારે આ કોન્ફરન્સ અને એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના વધુમાં વધુ ઉદ્યોગપતિઓ જોડાય તે માટે રાજ્ય સરકારે હવે તમામ જિલ્લામાં એક-એક દિવસની વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજવાની સૂચના આપી છે. જેના અનુસંધાને બુધવારે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.
રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે અને તેનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઉદ્યોગો જેવા કે ઓટોમોબાઇલ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ, લોજિસ્ટિક, ખનીજ, ફિશરીઝ, સિરામિક, બ્રાસ સહિતના ઉદ્યોગોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશમાંથી ઉદ્યોગકારો રાજકોટ આવશે અને કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સમાં લોકલ ફોર વોકલ પર ભાર મૂકવામાં આવનાર છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ઉદ્યોગકારો તેના આયોજનથી વાકેફ થાય તે દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યા છે અને તેના ભાગરૂપે રાજકોટ સિવાયના સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એક-એક દિવસની કોન્ફરન્સ યોજવા આદેશ કર્યો છે.
રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઇ તે પૂર્વે દરેક જિલ્લામાં એક-એક દિવસની કોન્ફરન્સ યોજવા સૂચના
આપી છે.
આ કોન્ફરન્સમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય વેપારી મંડળો અને ઉદ્યોગપતિઓને ઉપસ્થિત કરવા તથા રાજકોટના આયોજનથી માહિતગાર કરવા સૂચના આપવામાં આવી છે. આ આયોજન જે તે જિલ્લાના કલેક્ટરે કરવાનું રહેશે અને તેમાં પ્રભારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. દરેક કોન્ફરન્સમાં અંદાજે 800થી 100 વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન કરાયું છે.
ક્યાં જિલ્લામાં કઇ તારીખે કોન્ફરન્સ
- Advertisement -
જિલ્લો તારીખ
જામનગર 13 ડિસેમ્બર
સોમનાથ 15 ડિસેમ્બર
ભાવનગર 19 ડિસેમ્બર
બોટાદ 19 ડિસેમ્બર
દ્વારકા 19 ડિસેમ્બર
પોરબંદર 19 ડિસેમ્બર
સુરેન્દ્રનગર 19 ડિસેમ્બર
જૂનાગઢ 19 ડિસેમ્બર
મોરબી 26 ડિસેમ્બર
કચ્છ 02 જાન્યુઆરી



