ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલા ખાતે તારીખ 27/12/24 ના રોજ એન.એસ.એસ. વિભાગ દ્વારા એક- દિવસીય-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કોલેજના વર્ગખંડો, પ્રાર્થના હોલ, લાઇબ્રેરી, ઓફિસો, કેન્ટીન અને કમ્પાઉન્ડ વગેરેની સાફ-સફાઈ હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીની બહેનો અને સ્ટાફ મિત્રોએ ખંત અને ઉત્સાહથી કામ કર્યું હતું.
- Advertisement -
કાર્યકારી આચાર્ય પ્રિ. ડી.એલ.ચાવડા સાહેબના માર્ગદર્શનથી અને પ્રા.છાયાબેન શાહ, ડો. પ્રતિમાબેન શુક્લ,ડો.રૂકસાનાબેન કુરેશી, પ્રા.કે.બી પટેલ, ડો. જાગૃતિબેન રાઠોડ પ્રા. નયનાનાબેન કાપડિયા, પ્રા. ખુશ્બુબેન બગડા,પ્રા.જાખરા મુસ્કાન બેન,પ્રા.હૈદરભાઈ તથા પ્યૂન અંતુભાઈ બગડા વગેરે સૌએ ખૂબ જહેમતથી આ પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સફળ બનાવેલ હતી. આ શિબિરની વિશેષતા એ હતી કે સ્વયંસેવિકા બહેનોની એક ટુકડીએ જાતે ચૂલા પર ભોજન તૈયાર કરી સૌને પ્રેમથી જમાડ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રો.ઓફિસર ડો. હરિતા જોષી એ કરેલું હતું,કોમ્પ્યુટર ઓપરેટર જિજ્ઞાબેન બગડાનો સહયોગ રહેલ. આ કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ ઉપસ્થિત રહી સૌને અભિનંદન આપી પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.