રાજ્યના મુખ્ય વન સંરક્ષક અધિકારી ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
પાલીતાણા તાલુકાના ડુંગરમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા પણ કામગીરીઓ કરવામાં આવી રહી છે અને વિવિધ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાંડેરીયા ગામે વન વિભાગ દ્વારા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અંદાજિત બે હેક્ટરમાં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને આ સેન્ટરમાં પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વન વિભાગ ની માહિતીઓ મળી રહે તે માટે આ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 50થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે રિસેપ્શન રજીસ્ટ્રેશન સહિત આ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે અને શેત્રુંજી નદીના કાંઠે આ સેન્ટર બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ માટે ગેમ ફાયર સહિતની વ્યવસ્થાઓ કરાય પ્રવાસન સાધનની સુવિધાઓ પણ વસાવવામાં આવી છે. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય વન સરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તાલુકા પંચાયતના સદસ્ય સહિત સ્થાનિક આગેવાનો તેમજ જયન આર પટેલ નાયબ વન સંરક્ષક સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાલીતાણામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.