દેશને હચમચાવી નાખનાર બંગાળમાં બનેલી ભયાનક ઘટના ‘સંદેશખાલી’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન સૌરભ તિવારી કરશે.
પશ્ચિમ બંગાળ સંદેશખાલી ઘટના છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે. સંદેશખાલીમાં શું થયું તે હજુ તપાસ હેઠળ છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, સૌરભ તિવારીએ સંદેશખાલીની ઘટના પર એક ફિલ્મનું નિર્દેશન કરવાની જાહેરાત કરી હતી.
- Advertisement -
FILM ON SANDESHKHALI INCIDENT ANNOUNCED… On #InternationalWomensDay today, Parin Multimedia announces a feature film [not titled yet] on the horrifying #Sandeshkhali incident.#SaurabhTewari will direct the film that starts in Aug 2024… Written by Amitabh Singh and Ishan… pic.twitter.com/HWHS4P9Xbz
— taran adarsh (@taran_adarsh) March 8, 2024
- Advertisement -
ગઇકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પારીન મલ્ટીમીડિયાએ દેશને હચમચાવી નાખનાર બંગાળમાં બનેલી ભયાનક ઘટના ‘સંદેશખાલી’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. એક વીડિયો રીલીઝ કરીને ફિલ્મ સાથે સંબંધિત માહિતી સત્તાવાર રીતે દર્શકો સાથે શેર કરવામાં આવી હતી અને આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.
To coincide with International Women's Day, Parin Multimedia Pvt. Ltd. announces a film on the horrifying Sandeshkhali Incidents, to be directed by Saurabh Tewari and produced by Sumeet Chaudhry and Kewal Sethi. It will go on floors in August this year and hit the screens in… pic.twitter.com/PethdceVxT
— Komal Nahta (@KomalNahta) March 8, 2024
ફિલ્મનું નિર્દેશન સૌરભ તિવારી કરી રહ્યા છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેને લઈને ચર્ચાનો માહોલ છે. સંદેશખાલી પર બની રહેલી ફિલ્મની માત્ર એક ઝલક રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ 2024માં શરૂ થશે. જો કે આ ફિલ્મની કાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
સંદેશખાલી પહેલા પણ આવી અનેક સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો હિન્દી સિનેમામાં બની છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ યાદીમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ગણતરી સૌથી સફળ ફિલ્મોમાં થાય છે.