જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા, આરોપી પોલીસ હાથવેંતમાં !
ખાસ-ખબર સંવાદદાતા
માળીયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને આધેડની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
હત્યાના આ બનાવ અંગે જાણ થતા જ માળીયા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યાના આ બનાવ પાછળ જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને આરોપીઓ પણ પોલીસના હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના સરપંચ જસાભાઈ ચંદુભાઈ ડાંગર દ્વારા જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આજે સવારે મોટા દહીંસરા ગામે નવલખી રોડ, નર્સરી સામે રામાપીરના મંદિર નજીક વિનોદભાઈ મુળુભાઈ ચાવડા (ઉં.વ. 48) નામના આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાની જાણ કરતા માળીયા મિંયાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતોઅને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવના આરોપીઓ પોલીસના હાથવેંતમાં છે અને જૂની અદાવતમાં આધેડની હત્યા થઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.
માળીયાના મોટા દહીંસરા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા
