હરાજી પૂર્વે રાઈડસ માલિકોને સ્પષ્ટપણે નિયમો સમજાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
રાજ્ય સરકારની લોકમેળા અંગે નવી જઘઙ સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ઝાલાવાડ ખાતે આગામી સમયમાં યોજાનાર સુપ્રસિધ્ધ ધ્રાંગધ્રાના ભાથીગળ લોકમેળામાં સરકારના નવા નિયમો સાથે આયોજન થવાનું હોય જે અંગે સ્થાનિક નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ તથા મેળા કમિટી ચેરમેન પ્રહલાદસિંહ પઢીયાર દ્વારા તમામ રાઇડસ ધારકોની મિટિંગ યોજી હતી જેમાં ગુરુવારે સવારે નગરપાલિકા ખાતે તમામ રાઇડ્સ ધારકોને હાજર રાખી લોકમેળાની SOP(નિયમો) ધ્યાનમાં રાખી પ્લોટ ખરીદી કરવા અને નિયમો મુજબ જ લોકમેળામાં રાઇડસ રાખવા માટે જણાવ્યું હતું આ સાથે આગામી 13 જુલાઈથી ધ્રાંગધ્રાના લોકમેળાના પ્લોટ અંગે હરાજી હોય જે હરાજી પ્રક્રિયા દરમિયાન દર વર્ષ કરતા નિયમોમાં ફેરફાર હોય જેના પર ખાસ ધ્યાન આપી રાઇડસ ધારકો સાથે ચર્ચા કરી હતી.
જોકે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા નવી જઘઙ અંગે નિયમોમાં થોડા અંશે રાહત કરવાની વિચાર ધરણાં બાદ જ રાઇડ્સ ધારકો દ્વારા નિર્ણય લેવા માટે જણાવ્યું હતું.