ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના મેંદરડા પ્રખંડમાં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિસ્તૃત બેઠક મળેલ જેમાં મેંદરડા તાલુકાના 33 ગામના રામ ભક્તો ઉપસ્થિત રહેલ અને ગામેગામ અક્ષત કુંભ આપી ઘરે ઘરે પુજીત અક્ષત પ્રસાદી આપી મારું ગામ અયોધ્યા બને તેવો સંકલ્પ લીધેલ આ કાર્યક્રમમાં રામ મઢી મેંદરડા ના મહંત શ્રી સુખરામ બાપુ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હિરેનભાઈ ગાજીપરા, સુરેશભાઈ પાનસુરીયા, મયુરભાઈ વાવૈયા, કિશોરભાઈ સોલંકી, સાગરભાઇ ભોપાળા તેમજ વિભાગમાંથી સંદીપભાઈ પેથાણી હાજર રહ્યા હતા.