વોર્ડ નં.18માં પાણીની સમસ્યા ભૂતકાળ બનશે 2.78 કરોડના ખર્ચે DI પાઈપ લાઈન નખાશે
ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ માટે 14.75 લાખના ખર્ચે જમ્પિંગ કુશન ખરીદાશે
- Advertisement -
47માંથી 42 દરખાસ્તો મંજૂર, 4.70 કરોડના કામોને બહાલી: DMCની અને આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરની 2 અને વોર્ડ ઓફિસરની 6 નવી જગ્યા ઉભી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાપાલિકામાં ભાજપના બાકીના અઢી વર્ષના શાસનના મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને પ્રથમ મિટીંગ મળી હતી. જેમાં 47 દરખાસ્તોમાંથી 42ને મંજૂરી મળી ગઈ છે જ્યારે 5 દરખાસ્તોને પેન્ડિંગ રખાઈ છે. કુલ 4,70,42,340 કરોડના કામોને બહાલી આપવામાં આવી છે.
- Advertisement -
આ પ્રથમ મિટીંગમાં મહાનગરપાલિકામાં જુદી જુદી શાખામના કર્મચારીના ભરતી તથા બઢતીના નિયમોમાં સુધારા કર્યા છે. જ્યારે વર્ગ-2ની પોસ્ટ ઉભી કરાઈ છે. જ્યારે ડે.મ્યુનિસિપિલ કમિશનરની બે નવી જગ્યા ઉભી કરવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવશે. જ્યારે વોર્ડ ઓફિસર માટે 6 નવી જગ્યા ઉભી કરાશે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોને લેવામાં આવશે. જ્યારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલની 2 નવી જગ્યા પણ ભરવામાં આવશે. વોર્ડ નં-3માં ટીપી સ્કીમ નં-19માં 13.70 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે. વોર્ડ નં-18માં કોઠારીયા વિસ્તારમાં 24.69 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નખાશે. ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ માટે 14.75 લાખના ખર્ચે જમ્પીંગ કુશન ખરીદાશે. જ્યારે અલગ અલગ વિભાગમાં ઉપયોગ માટે 60 નંગ કોમ્પ્યુટરીની ખરીદી કરશે. જેના માટે 32.44 લાખ મંજૂર કરાયા છે. જ્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓના પરિવાર માટે આર્થિક સહાય માટે 9.90 લાખ પણ મંજૂર કરાયા છે. વોર્ડ નં-18માં કોઠારીયા વિસ્તારમાં આવેલા એનિમલ હોસ્ટેલ પાસે 29.40 લાખના ખર્ચે સીસી રોડ બનશે. નાના પોપટપરાના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના મેઈન્ટેનન્સ માટે 30.07 લાખનો ખર્ચે મંજૂર કરાયો છે. વોર્ડ નં-9માં રૈયા રોડ પર રામેશ્વર ચોકથી બાપા સીતારામ ચોક સુધી સ્ટોર્મ વોટર પાઈપ લાઈન નખાશે જેના માટે 14.33 લાખ મંજૂર થયા છે.
બમણો ભાવ સૂચવતા ભયગ્રસ્ત મકાનોનો સરવે તેમજ ડ્રેનેજ પાઈપ લાઈન સહિતની દરખાસ્તો પેન્ડિંગ
સ્ટેન્ડિંગ કમિટીએ 5 દરખાસ્તોને પેન્ડિંગ રાખી છે. જેમાં મોટામવા ગામતળથી મનપા સુધીના 30 મીટરના રોડને 45 મીટર પહોળો કરાશે જેના માટે 3 સભ્યોની કમિટી નિર્ણય લેશે. જ્યારે ભયગ્રસ્ત મકાનોના સરવે માટે એજન્સીએ આપેલા ભાવ વધુ હોવાથી દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે. ત્રણેય ઝોનમાં ચોમાસા દરમિયાન પડેલા ખાડાને મિકેનીકલ પદ્ધતિથી બુરવા માટે વાય.બી બિલ્ડર્સને કોન્ટ્રાક્ટ સોંપાયો છે પરંતુ તેના માટે એજન્સીએ બમણો ભાવ સૂચવ્યો છે જેથી આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે સોશિયો ઈકોનોમિક સરવે માટે વિશ્વકર્મા એજન્સીને કામ સોંપાયું છે પાંચ વર્ષ પહેલા તેણે પ્રતિ કુંટુંબ 70 રૂપિયા ચાર્જ કહ્યો હતો પરંતુ તે હાલ 225 કરાતા તે દરખાસ્ત પણ પેન્ડિંગ રખાઈ છે.
જાહેરાતના માધ્યમથી મનપા 4.90 કરોડની કમાણી કરશે
મનપા દ્વારા જુદા જુદા રસ્તે હોર્ડિંગ અને કિયોસ્ક બોર્ડના જાહેરાતના કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત બનાવાઇ છે. જે હવેથી 3 વર્ષ માટે જાહેરાતના હક અપાશે અને દર વર્ષે 6 ટકાનો વધારો કરવામાં આવશે જેની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ જાહેરાત દ્વારા મનપા કુલ 4,90,09,799ની આવક ઉભી કરશે